Ahmedabad : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે બની અમદાવાદની મહેમાન
ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'માં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર આજે અમદાવાદની મહેમાન બની છે. આ દરમિયાન તેણે ફિલ્મને લઈને જુદી જુદી વાતો અને શૂટિંગ દરમિયાનનો અનુભવ પણ તેને શેયર કર્યા.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર તેમની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર આજે અમદાવાદમાં છે. આ પહેલા શ્રદ્ધા કપૂર પૂણે અને ઈન્દોરમાં પણ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓ અને ફેન્સને તેને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શ્રદ્ધા કપૂર ફિલ્મના પ્રમોશન માટે આવી અમદાવાદ
બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે અમદાવાદની મહેમાન બની કે જ્યાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં આવી અને પ્રમોશન દરમિયાન તેણે ફિલ્મને લઈને જુદી જુદી વાતો અને શૂટિંગ દરમિયાનનો અનુભવ પણ તેને શેયર કર્યા. આ સિવાય તેણે ગીત પણ ગાયું અને ડાન્સ પણ કર્યો. આ સિવાય શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે કોરોનાકાળ અને ત્રણ વર્ષ બાદ તેમની ફિલ્મ આવી રહી છે ત્યારે આ ફિલ્મને લઈને તેઓને ખૂબ આશા છે.
આ પણ વાંચો : ‘પુષ્પા 2’ના શૂટિંગમાંથી બ્રેક લઈને અલ્લુ અર્જુન પરિવાર સાથે જંગલ સફારીમાં ફરતો જોવા મળ્યો, Video થયો વાયરલ
ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ?
‘તુ જૂઠી મેં મક્કાર’ની રિલીઝ ડેટની વાત કરીએ તો રણબીર-શ્રદ્ધાની આ ફિલ્મ 8 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દર્શકોને રોમાન્સની સાથે કોમેડી પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રોડ્યુસર બોની કપૂર પણ જોવા મળવાના છે, આ ફિલ્મ દ્વારા તેઓ પોતાના એક્ટિંગની કરિયરમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ લવ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. તે ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે કાર્તિક આર્યન કેમિયો કરતો જોવા મળવાનો છે.





