AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પુષ્પા 2’ના શૂટિંગમાંથી બ્રેક લઈને અલ્લુ અર્જુન પરિવાર સાથે જંગલ સફારીમાં ફરતો જોવા મળ્યો, Video થયો વાયરલ

પુષ્પાની સફળતા બાદ અલ્લુના (Allu Arjun) ફેન્સ આ ફિલ્મની અપકમિંગ સિક્વન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલ્લુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શૂટિંગમાંથી બ્રેક લીધા બાદ પરિવાર સાથે જંગલ સફારીની મજા લેતો જોવા મળે છે.

'પુષ્પા 2'ના શૂટિંગમાંથી બ્રેક લઈને અલ્લુ અર્જુન પરિવાર સાથે જંગલ સફારીમાં ફરતો જોવા મળ્યો, Video થયો વાયરલ
Allu ArjunImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 4:56 PM
Share

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ચર્ચામાં છે. પુષ્પાની સફળતા બાદ અલ્લુના ફેન્સ આ ફિલ્મની અપકમિંગ સિક્વન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલ્લુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શૂટિંગમાંથી બ્રેક લીધા બાદ પરિવાર સાથે જંગલ સફારીની મજા લેતો જોવા મળે છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

અલ્લુએ પરિવાર સાથે વિતાવ્યો સમય

હાલમાં અલ્લુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર તેના પરિવાર સાથે રણથંભોરમાં જંગલ સફારીની મજા માણતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અલ્લુ બે દિવસ રણથંભોરમાં રહ્યો હતો. આ દરમિયાન તે તેની પત્ની સ્નેહા, પુત્ર અયાન અને પુત્રી અરહા સાથે હોટેલ સિક્સ સેન્સમાં રોકાયો હતો. તે તેના બ્રેક દરમિયાન જંગલ સફારી પર પણ ગયો હતો અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.

આ દિવસે રિલીઝ થશે પુષ્પા 2નું પોસ્ટર

‘પુષ્પા 2’ના ડાયરેક્ટર સુકુમારે ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસને ખાસ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અલ્લુ 8મી એપ્રિલે તેનો જન્મદિવસ ઉજવશે, સુકુમાર એક્ટર જન્મદિવસ પર ‘પુષ્પા 2’નો ફર્સ્ટ લુક શેર કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આ સમાચાર પછી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ડાયરેક્ટર ફિલ્મનું ટીઝર અથવા ટ્રેલર રિલીઝ કરી શકે છે.

આ પણ વાંચો : રામચરણની પત્નીની ડિલીવરી કરાવા આવશે અમેરિકન ટીવી હોસ્ટ? જાણો ઉપાસનાએ શું કહ્યું

આવતા વર્ષે રિલીઝ થશે પુષ્પા 2

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ગયા વર્ષે 17 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન લાલ ચંદન સ્મગલર પુષ્પરાજના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે રશ્મિકા મંદાનાએ તેની લેડી લવ શ્રીવલ્લીનો રોલ પ્લે કર્યો હતો. ‘પુષ્પા ધ રાઇઝ’એ માત્ર હિન્દી બેલ્ટમાં જ 110 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘પુષ્પા 2’ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં રિલીઝ થશે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">