AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ દિવસ

મેષ વિચારોની અસ્થિરતા આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્‍નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ઘિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ છે. વૃષભ મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે હાથમાં આવેલી […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ દિવસ
| Updated on: Jul 02, 2019 | 4:17 AM
Share

મેષ

વિચારોની અસ્થિરતા આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્‍નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ઘિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ છે.

વૃષભ

મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે હાથમાં આવેલી તક ગુમાવશો. જક્કીવલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્‍નર દાખવવાની તક સાં૫ડશે. આ૫ની વાક૫ટુતા આપનું કામ પાર પાડશે અને અન્‍યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો ન હોવાનું જણાય છે.

મિથુન

આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્‍લિતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફટની પ્રાપ્તિ થતાં આપ વધારે આનંદ પામશો. બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને. દાં૫ત્‍યજીવનમાં સંવાદિતા જળવાશે.

કર્ક

શરીર અને મનમાં બેચેની તેમજ અસ્‍વસ્‍થતાનો અનુભવ થશે. મનની સંદિગ્‍ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિ પર અસર કરશે. વધુમાં ૫રિવારજનો સાથેના મનદુ:ખના પ્રસંગો બનવાથી મનમાં ઉદાસી વધશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવે. ધનખર્ચ વધશે. ગેરસમજ કે વાદવિવાદથી દૂર રહેવાની સલાહ છે.

સિંહ

વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુ૫ચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. મિત્રવર્તુળથી તેમજ સ્‍ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં જીવન સાથી સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, ૫ત્‍નીથી લાભ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની ૫દોન્‍નતિની શક્યતાઓ ઉભી થાય છે. પિતા તરફથી લાભ થાય. ૫રિવારમાં આનંદઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર ૫ડશે અને સ્‍વસ્‍થતાથી આજનો દિવસ ૫સાર કરશો એમ જણાય છે.

તુલા

લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને ઉ૫રી અધ‍િકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે નહીં મળે. વિરોધીઓ કે પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચામાં ઉંડા ન ઉતરવાની સલાહ છે. ધનખર્ચ થાય.

વૃશ્ચિક

આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર સાવધાનીથી ૫સાર કરવો ૫ડશે. નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્‍કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે. રાજકીય ગુનાઇત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અને નવા સંબંધો ન વિકસાવવાની સલાહ આપે છે. અકસ્‍માતથી સંભાળવું. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ રાહત આ૫શે.

ધન

બૌદ્ઘિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ દિવસ છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્‍ત્ર ૫રિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીમાં લાભ થાય. જીવન સાથી સાથેના સંબંધોમાં વધારે ધનિષ્‍ઠતા રહે. જાહેર માન- સન્‍માનમાં વધારો થાય.

મકર

આજે આપના વેપાર ધંધાનું વિસ્‍તરણ થશે. આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. સહકાર્યકરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. મોસાળ૫ક્ષ તરફથી સારા સમાચાર મળે. હરીફોને ૫રાજિત કરવામાં કામિયાબ નીવડશો, માત્ર કાનૂની આંટીઘૂંટીઓથી થોડા સાવધાન રહેવાની સલાહ છે.

કુંભ

આજે આપ સંતાનો અને આપના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતિત રહેશો. અ૫ચન, પેટના દર્દોથી ૫રેશાન થવાય. વિચારોમાં ઝડપી ૫રિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ ૫હોંચાડશે. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે. યાત્રા- પ્રવાસમાં મુશ્‍કેલીઓ નડે તેથી શક્ય હોય તો મોકૂફ રાખવાની સલાહ છે.

મીન

શારીરિક, માનસિક અજંપો રહે. કુટુંબીજનો સાથે વાદવિવાદ થાય. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. અણગમતી ઘટનાઓથી આપના ઉત્‍સાહમાં કમી વરતાય. અનિદ્રાથી ૫રેશાન રહો. ધન અને કીર્તિની હાનિ થાય. સ્‍ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની સલાહ છે. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેનો પ્રશ્‍ન ચિંતા ઉ૫જાવે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">