Mythology : શું તમને ખબર છે શિવજીને કેટલી પુત્રીઓ હતી ? જાણો રસપ્રદ કથા
Mythology : સનાતન ધર્મનો સાંસ્કૃતિક ઈતિહાસ વેદ, પુરાણ, ઉપનિષદ અને ધર્મગ્રંથોથી બનેલો છે, જેમાંથી એક છે શિવ પુરાણ. શિવ પુરાણમાં એવી ઘણી ઘટનાઓ અને કથાઓનો ઉલ્લેખ છે, જે બહુ ઓછા લોકો જાણતા હશે. શિવ પુરાણમાં આવી જ એક કથા વર્ણવવામાં આવી છે,
સનાતન ધર્મનો સાંસ્કૃતિક ઈતિહાસ વેદ, પુરાણ, ઉપનિષદ અને ધર્મગ્રંથોથી બનેલો છે, જેમાંથી એક છે શિવ પુરાણ. શિવ ( Shiv ) પુરાણમાં એવી ઘણી ઘટનાઓ અને કથાઓનો ઉલ્લેખ છે, જે બહુ ઓછા લોકો જાણતા હશે. શિવ ( Shiv ) પુરાણમાં આવી જ એક કથા વર્ણવવામાં આવી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, માતા પાર્વતી અને ભગવાન શિવ ( Shiv )ને કાર્તિકેય અને ગણેશ સિવાય અન્ય સંતાનો પણ હતા. તો ચાલો આપણે જાણીએ કે, તેમનો જન્મ કેવી રીતે થયો હતો, તેમના નામ શું હતા અને તેઓની પૂજા ક્યાં કરવામાં આવે છે.
શિવ ( Shiv ) પુરાણમાં ભગવાન શિવ ( Shiv )ના છ સંતાનોનો ઉલ્લેખ છે, જેમાં ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓનું વર્ણન કરવામાં આવેલ છે. ભગવાન ગણેશ ( Ganesh ) અને કાર્તિકેય વિશે તો બધા જાણે છે, પરંતુ આ સિવાય ભગવાન શિવ ( Shiv )ને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર પણ હતા. ભગવાન શિવ ( Shiv )ના ત્રીજા પુત્રનું નામ અયપ્પા છે, જેમની પૂજા-અર્ચના દક્ષિણ ભારતના લોકો ખૂબ જ શ્રદ્ધા સાથે છે. ત્રણ પુત્રો સિવાય ભગવાન શિવ ( Shiv )ને ત્રણ પુત્રીઓ પણ હતી. તેમના નામ અશોક સુંદરી, જ્યોતિ અને વાસુકી હતા. તેમાંથી એક માતા પાર્વતીની સાવકી પુત્રી હતી.
ભગવાન શિવ અને દેવી પાર્વતીની પ્રથમ પુત્રી અશોક સુંદરીને જન્મ માતા પાર્વતીએ તેમની એકલતાને દૂર કરવા માટે આપ્યો હતો. અશોક સુંદરી દેવી પાર્વતીની એકલતા અને શોકને સમાપ્ત કરવા માટે આવ્યા હતા, તેથી તેનું નામ અશોક પડ્યું અને માતા પાર્વતીની જેમ સુંદર હોવાને કારણે, સુંદરીને અશોક નામ સાથે જોડવામાં આવ્યું. આ રીતે અશોક સુંદરી થયું. એવું કહેવાય છે કે, જ્યારે ભગવાન શિવ ક્રોધિત થયા અને ગણેશજીનું માથું ધડથી અલગ કર્યું તે સમયે અશોક સુંદરી ડરી ગયા અને નમકના કોથળા પાછળ સંતાઈ ગયા. ગુજરાતમાં અશોક સુંદરી દેવીની પૂજા થાય છે.
ભગવાન શિવ અને દેવી પાર્વતીની બીજી પુત્રી જ્યોતિના સંદર્ભમાં બે કથાઓ છે. પ્રથમ કથા મુજબ જ્યોતિનો જન્મ ભગવાન શિવના તેજથી થયો હતો. બીજી કથા મુજબ જ્યોતિનો જન્મ માતા પાર્વતીના કપાળમાંથી નીકળેલા તેજમાંથી થયો હતો. તેથી જ તેનું નામ દેવી જ્યોતિ અને માતા જ્વાલામુખી રાખવામાં આવ્યું હતું. તમિલનાડુના ઘણા મંદિરોમાં દેવી જ્યોતિની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શિવની ત્રીજી પુત્રીનું નામ વાસુકી હતું, જે દેવી પાર્વતીના સાવકી પુત્રી હતા. ભગવાન શિવના પરસેવાથી વાસુકીનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે, એકવાર ભગવાન શિવનો પરસેવો સર્પની દેવીની મૂર્તિને સ્પર્શ્યો હતો, જેના કારણે દેવી વાસુકીનો જન્મ થયો હતો. વાસુકી, મનસા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેમની પૂજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ વિષે લોકો ઓછું જાણે છે, પરંતુ દેશના ઘણા ભાગોમાં તેમની પૂજા કરવામાં આવે છે.