Ramayan Katha : રામાયણ કાળના ભગવાન શિવના દિવ્ય ધનુષના રહસ્યની કથા, વાંચો આ પોસ્ટમાં

Hasmukh Ramani
| Edited By: | Updated on: May 26, 2021 | 9:50 AM

Ramayan Katha: સીતા સ્વયંવરની શરત મૂજબ, એક ખાસ પ્રકારના દિવ્ય ધનુષને તોડનારા રાજા સાથે જ સીતાજીના વિવાહ સંપન્ન થશે.

Ramayan Katha : રામાયણના બધા પાત્રો અને તેના પ્રસંગો ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે. રામાયણનો આવો જ એક પ્રસંગ એટલે સીતા સ્વયંવર.

સીતા સ્વયંવરની શરત મૂજબ, એક ખાસ પ્રકારના દિવ્ય ધનુષને તોડનારા રાજા સાથે જ સીતાજીના વિવાહ સંપન્ન થશે. આ શરત સાંભળવામાં તો એકદમ સરળ લાગે છે. પૌરાણિક સમયમાં જે સ્વયંવર થતા હતા, તેમાં આ પ્રકારની જ શરતો રાખવામાં આવતી હતી. પરંતુ સીતાજીના સ્વયંવરનું ધનુષ વિશેષ અને રહસ્યમય હતું.

લોકો સીતા સ્વયંવર વિશે તો જાણતા હોય છે, પરંતુ તે દિવ્ય ધનુષ વિશે જાણતા નથી. આ ધનુષ કોનું હતું અને જનક રાજા પાસે કેવી રીતે આવ્યું? સ્વયંવરમાં અનેક શક્તિશાળી રાજાઓની ઉપસ્થિતિ હોવા છતાં પણ, માત્ર ભગવાન શ્રી રામે જ આ ધનુષ કેમ તોડ્યું?

આવા સવાલોના જવાબો મળશે આજની આ કથામાં.

જનક રાજાના મહેલમાં જે ધનુષ રાખવામાં આવ્યું હતું, તે ભગવાન શિવનું ધનુષ હતું. એક સમયે જનક રાજાના પુત્રી સીતાજીના સ્વયંવરની ઘોષણા કરવામાં આવી. સ્વયંવરમાં શરત એ હતી કે, સ્વયંવરમાં ઉપસ્થિત જે પણ વ્યક્તિ ભગવાન શિવજીના દિવ્ય ધનુષની પ્રત્યંચા ચઢાવશે તેની સાથે સીતાજીના વિવાહ થશે.

ભગવાન શિવનું આ ધનુષ ઉચ્ચત્તમ તકનીકથી બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, આ ધનુષ તે સમયનું પરમાણુ મિસાઇલ કે બ્રહ્માસ્ત્ર છોડવાનું એક યંત્ર હતું. તમે જાણો છો કે, રાવણ એક વિદ્વાન અને ઉત્તમ શિવ ભક્ત હતો. રાવણની નજર આ ધનુષ પર હતી અને તેમને પૂરો વિશ્વાસ હતો કે, તે મોટો શિવ ભક્ત છે, તેથી ધનુષની પ્રત્યંચા ચઢાવવામાં સફળ થશે. પરંતુ જો ભગવાન શિવનું આ ધનુષ રાવણ પાસે આવી જાય તો તે વિનાશ સર્જી શકે છે.

આ ધનુષનો પ્રયોગ કરવાની વિધિ માત્ર ચાર લોકો જાણતા હતા. એક રાજા જનક, બીજા તેમના પુત્રી સીતાજી, ત્રીજા આચાર્ય વિશ્વામિત્રજી અને ચોથા ભગવાન પરશુરામ. આ શક્તિશાળી ધનુષ રાવણના હાથમાં ના આવે તે માટે વિશ્વામિત્રજીએ પહેલાથી જ ભગવાન શ્રી રામને આ ધનુષ ચલાવવાની વિધિ અને પદ્ધતિ કહી હતી.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Ramayan Katha: રાવણના મૃત્યુ સાથે જોડાયેલી સીતાજીનાં દિવ્ય ચુડામણિ અંગે ખબર છે? વાંચો આ રસપ્રદ વાત

Published on: May 26, 2021 09:03 AM
g clip-path="url(#clip0_868_265)">