Mythology : આ ગામમાં નથી કરવામાં આવતી હનુમાનજીની પૂજા ! જાણો તેનું કારણ ! વાંચો આ અહેવાલ
Mythology : હનુમાનજી હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનો વિશેષ આદર કરવામાં આવે છે અને તેમના સ્વામી ભગવાન શ્રી રામની સમકક્ષ માનવામાં આવે છે.
Mythology : હનુમાનજી હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનો વિશેષ આદર કરવામાં આવે છે અને તેમના સ્વામી ભગવાન શ્રી રામની સમકક્ષ માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને ડર લાગે છે ત્યારે તે હનુમાન ચાલીસાને યાદ કરે છે અને તેનો ડર દૂર થઈ જાય છે.
બજરંગબલીને શક્તિના દેવ માનવામાં આવે છે અને તુલસીદાસજીની રામાયણ મુજબ તે કળિયુગમાં પણ જીવત છે અને ભક્તો પર કૃપા કરે છે. હનુમાનજી વિશેની આ બધી બાબતો તેમને ભક્તોના પ્રિય બનાવે છે. પરંતુ ભારતમાં એક એવું ગામ પણ છે, જ્યાં તમામ રહેવાસીઓ પવનપુત્રથી નારાજ છે અને તેમની ક્યારેય પૂજા કરતા નથી. આ સાંભળીને અજીબ લાગે છે કે ભક્ત ભગવાનથી નારાજ છે? પરંતુ તે સત્ય હકીકત છે અને તેના પાછળ એક કારણ પણ છે. તો ચાલો આપણે તેનું કારણ જાણીએ.
રામાયણની આ ઘટના વિશે તમે સાંભળ્યું જ હશે. રાવણન પુત્ર મેઘનાદે ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણને યુદ્ધમાં ઘાયલ કર્યા હતા. લક્ષ્મણને બચાવવા એક ચમત્કારિક સંજીવની બૂટીની જરૂર હતી અને બજરંગબલી હિમાલયના દ્રોણ પર્વત પર તેની શોધમાં જાય છે. પરંતુ સંજીવની બુટીની ઓળખ ન હોવાને કારણે હનુમાનજી આખો પર્વત જડમૂળથી ઉપાડી લે છે.
ઉત્તરાખંડના દ્રોણગિરી ગામમાં રહેતા ગ્રામજનો દ્રોણ પર્વતને હનુમાનજી દ્વારા જડમૂળથી ઉખાડી લેવા માટે આજ દિન સુધી નારાજ છે. ગામમાં ઘણા મંદિરો આવેલા છે, પરંતુ ત્યાં કોઈ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત થઈ નથી.
આ ગામમાં દ્રોણ પર્વતની પૂજા કરવામાં આવે છે અને અહીં યોજાતા ‘જાગર મહોત્સવ’ માં આ પર્વતની ‘દેવપ્રભાત’ નામથી પૂજ-અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રામભક્ત હનુમાનજીએ પર્વતનો એક ભાગ ઉખાડી અને તેને ખંડિત કર્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ગામલોકોને બજરંગબલીના ઇરાદાની જાણ થઈ ત્યારે તેઓએ પર્વતને છુપાવી દીધો હતો. પરંતુ હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આવ્યા અને કપટ કરી પર્વતનો એક ભાગ ઉખાડી લઈ ગયા હતા.
એક દંતકથા અનુસાર તે ગામની એક વૃદ્ધ મહિલાએ હનુમાનને સંજીવની બૂટી સુધી જવાનો માર્ગ બતાવ્યો હતો. આથી ગ્રામજનોએ તે વૃદ્ધ મહિલાનો બહિષ્કાર કર્યો હતો. આથી જ વર્તમાન સમયમાં પણ દ્રોણ પર્વતની પૂજામાં મહિલાઓને શામેલ કરવામાં આવતી નથી.
દ્રોણગિરી ગામમાં ભગવાન શ્રી રામની પૂરી આસ્થાથી પૂજા કરવામાં આવે છે. અન્ય શહેર અને ગામની જેમ જ અહીં રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ તેમાં હનુમાનજીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. આ રામલીલામાં ભગવાન શ્રી રામના જન્મ, શ્રી રામ-સીતાજીના વિવાહ અને શ્રી રામના રાજ્યાભિષેક સુધીના પ્રસંગો દર્શાવવામાં આવે છે. દ્રોણ પર્વત સાથે ગામલોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે.
પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.
આગળની કથા જુઓ આ વીડિયોમાં