AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભક્તિ વીડિયો : કેવી રીતે થઇ હોળી-ધુળેટીની શરૂઆત ? જાણો હોળી-ધુળેટી સાથે જોડાયેલી રસપ્રદ 5 કહાણી ! જુઓ video

હોળી-ધુળેટીનો (Holi-Dhuleti) અવસર એટલે તો દંભ વિનાના થઈને રંગ ભીના થવાનો અવસર. આ અવસર પર અમે તમને જણાવવા માંગીએ છીએ હોળી-ધુળેટીના પ્રાગટ્યની કથાઓ. આ એ કહાણીઓ છે કે જેનાથી ઘણાં લોકો અજાણ છે.

ભક્તિ વીડિયો : કેવી રીતે થઇ હોળી-ધુળેટીની શરૂઆત ? જાણો હોળી-ધુળેટી સાથે જોડાયેલી રસપ્રદ 5 કહાણી ! જુઓ video
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 08, 2023 | 6:35 AM
Share

બિન કરતાલ પખાવજ બાજૈ, અણહદકી ઝણકાર રે ।

બિન સુર રાગ છતીસૂં ગાવૈ, રોમ રોમ રણકાર રે ।

સીલ સંતોખકી કેસર ઘોલી, પ્રેમ પ્રીત પિચકાર રે ।

ઉડત ગુલાલ લાલ ભયો અંબર, બરસત રંગ અપાર રે ।।

અરે, રંગ માત્ર આકાશમાં જ નહીં, યુવાદિલોના હૈયામાં પણ ઉડી રહ્યા છે. અને કેમ ન હોય, ફોરમતો ફાગણ ચાલી રહ્યો છે અને એમાંય હોળી-ધુળેટીનો અવસર એટલે તો દંભ વિનાના થઈને રંગ ભીના થવાનો અવસર. આ અવસર પર અમે તમને જણાવવા માંગીએ છીએ હોળી-ધુળેટીના પ્રાગટ્યની કથાઓ. આ એ કહાણીઓ છે કે જેનાથી ઘણાં લોકો અજાણ છે. ત્યારે આજે આપણે જાણીશું હોળીની પાંચ કહાણી.

હોળી-ધુળેટીની અનેક કથાઓ !

હોળીના તહેવારને આપણે આસુરી તત્વ પર દૈવી તત્વના વિજયનું પ્રતિક માનીએ છીએ. કંઈક આ જ માન્યતા સાથે સૌ કોઈ પ્રગટ હોળીની પૂજા કરે છે. અને બીજે દિવસે રંગોથી ધુળેટી રમે છે. આ સમયે આપણે ભક્ત પ્રહ્લાદની શ્રીહરિ પ્રત્યેની અતૂટ આસ્થાને યાદ કરીએ છીએ. પરંતુ, હકીકતમાં હોળી-ધુળેટીના પ્રાગટ્ય સાથે ભક્ત પ્રહ્લાદ સિવાય પણ અનેક કથાઓ સંકળાયેલી છે. આ એવી કથાઓ છે કે જે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ, તે હોળી સાથે સંબંધિત હોવાનો ભાગ્યે જ લોકોને ખ્યાલ હોય છે. આવો, તે વિશે વિગતે વાત કરીએ.

પહેલી કથા – ભક્ત પ્રહ્લાદની કથા

આપણે હોળી સંબંધી વિવિધ કથાઓની વાત કરી રહ્યા છીએ ત્યારે શરૂઆત કરીએ સૌથી પ્રચલિત કથાથી. આ કથા એટલે ભક્ત પ્રહ્લાદની અનન્ય ભક્તિની કથા. શ્રીહરિવંશમહાપુરાણના ભવિષ્યપર્વમાં શ્રીહરિના અવતારો સંબંધી કથાઓ છે. જેમાં નરસિંહ અવતાર સંબંધી કથામાં હોલિકાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં જણાવ્યાનુસાર હોલિકાને બ્રહ્માજી દ્વારા વરદાન પ્રાપ્ત થયું હતું કે અગ્નિ ક્યારેય તેને બાળી નહીં શકે. અને હોલિકાને મળેલાં આ જ વરદાનનો લાભ ઉઠાવ્યો તેના ભાઈ અસુરરાજ હિરણ્યકશિપુએ.

હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ, દાનવ, માનવ કે પશુ દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા તેમજ દિવસે કે રાત્રે અવધ્ય હોવાનું વરદાન મેળવ્યું હતું. અને આ જ વરદાન મેળવીને તેણે ત્રણેવલોક પર આધિપત્ય જમાવી દીધું. તેણે લોકોને સ્વયંની જ પૂજા કરવા કહ્યું અને અન્ય દેવી-દેવતાઓના પૂજન પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ, કાદવમાં કમળ ખીલે તેમ તેનો જ પુત્ર પ્રહ્લાદ શ્રીહરિનો પરમ ભક્ત નીકળ્યો. આગળ શું થયું તે જાણવા નીચે આપેલા વીડિયો પર ક્લિક કરો.

બીજી કથા – હોલિકાના પ્રેમી ઇલોજીની કથા

રાજસ્થાન એટલે તો રંગોનું રાજ્ય અને એમાંય અહીંની હોળી એટલે સૌથી રંગીલી હોળી. રાજસ્થાનમાં હોળીને લઈને અનેક દંતકથાઓ પ્રચલિત છે. જેમાંથી જ એક એટલે દેવતા ઇલોજીની કથા. હોળીના બીજા દિવસે જે ધુળેટી પર્વની ઉજવણી થાય છે, તેની કથા ઈલોજી સાથે જોડાયેલી છે. અને ઈલોજીની કથા જોડાયેલી છે હોલિકા સાથે. દંતકથા અનુસાર ઈલોજી હોલિકાના પ્રેમી હતા. બંનેવ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં. ઈલોજીના રૂપ-રંગ એવાં હતાં કે દેવતાઓ પણ તેમની સામે ઝાંખા પડતા. તેમને લોકો સાક્ષાત કામદેવનું રૂપ માનતા. હોલિકા પણ અપ્સરા જેવી સુંદર હતી અને બંનેવના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. પરંતુ, તેમના લગ્ન થાય તે પહેલાં જ બની ગઈ એક ભયંકર ઘટના. શું હતી તે ઘટના ? જાણવા માટે નીચે આપેલા વીડિયો પર ક્લિક કરો.

ત્રીજી કથા – પુતના વધની કથા

શ્રીમદ્ભાગવત મહાપુરાણ તેમજ વિષ્ણુપુરાણમાં પુતના વધ સંબંધી ઉલ્લેખ છે. આ કથા અનુસાર માત્ર 6 દિવસના કનૈયાએ એક મહાકાય રાક્ષસીને નિષ્પ્રાણ કરી દીધી. આ કથા તો તમે જાણતા જ હશો. પણ, શું તમે એ જાણો છો કે પુતના વધ સાથે જોડાયેલી છે હોળીની ઉજવણીની કથા ? આ કથા જાણવા નીચે આપેલા વીડિયો પર ક્લિક કરો.

ચોથી કથા – રાજા રઘુની કથા

હોળી સંબંધી સૌથી રસપ્રદ કથા ભવિષ્ય પુરાણના ઉત્તર પર્વમાં જોવા મળે છે. ભવિષ્ય પુરાણનું આ ઉત્તર પર્વ ભવિષ્યોત્તર પુરાણના નામે ઓળખાય છે. આ કથા મુજબ યુધિષ્ઠીર સ્વયં શ્રીકૃષ્ણને હોળીની ઉજવણીનું કારણ પૂછે. અને ત્યારે શ્રીકૃષ્ણ તેમને રાજા રઘુના રાજ્યની કથા સંભળાવે છે. વાસ્તવમાં આજની હોળી પ્રથા સાથે આ જ કથા વધુ મળતી આવે છે. આ કથાને જાણવા માટે નીચે આપેલા વીડિયો પર ક્લિક કરો.

પાંચમી કથા – કામદેવના દહનની કથા

હોળી સાથે તો દેવાધિદેવ મહાદેવની પણ એક કથા જોડાયેલી છે. જે હોળીની પ્રચલિત માન્યતાઓથી ખૂબ જ ભિન્ન છે. લોકવાયકા અનુસાર સતીના મૃત્યુ બાદ દેવાધિદેવ મહાદેવ અખંડ વૈરાગ્ય અને સાધનામાં લીન થઇ ગયા. દેવી સતીએ શિવજી સાથે મિલન માટે પાર્વતી રૂપે પુન: જન્મ લીધો. પાર્વતી વિવાહ યોગ્ય થઈ ગયા. પરંતુ, શિવજીની સમાધિ ન છૂટી. દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તે જ હવે શિવ-પાર્વતીના મિલનનું નિમિત્ત બને. આખરે, “હું આ કરી જ શકીશ”, તેવા ગુમાનમાં કામદેવે મહેશ્વર પર ‘કામ’બાણ ચલાવી દીધું. મહાદેવનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને કામદેવ સ્વયં તેમાં ભસ્મીભૂત થઈ ગયા. મહેશ્વરના ‘કામ’ને જાગૃત કરવાનો પ્રયત્ન કરનાર ‘કામ’ સ્વયં રાખમાં પરિવર્તીત થઈ ગયા.

આ ઘટના જોઈ કામની પત્ની રતિ અત્યંત વિલાપ કરવા લાગી. મહાદેવનો ક્રોધ શાંત થયો. તેમનું હૃદય દ્રવિત થયું અને તેમણે કામદેવને નવજીવન આપ્યું. ભારતના આંધ્રપ્રદેશ – તમિલનાડુ જેવાં રાજ્યોમાં હોળીનો અવસર કામદેવ દહનના પ્રતિક રૂપે જ ઉજવાય છે. તેમાં પ્રતિકાત્મક રૂપે વાસનાયુક્ત આકર્ષણને બાળી દેવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે ‘મદ’મુક્ત અને અણિશુદ્ધ પ્રેમવાળા કામદેવના જીવતા થવાની ખુશીમાં લોકો રંગ-ગુલાલ ઉડાડી ધુળેટી પર્વની ઉજવણી કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">