નવરાત્રીના 9 નોરતા દરમિયાન કયા દિવસે માતાજીના સ્વરૂપની પૂજા અને પ્રસાદમાં શું અર્પણ કરશો, જાણો સમગ્ર વિગત
નવરાત્રીમાં 9 દિવસ સુધી માતાના અલગ-અલગ રૂપનું પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવે છે. નવરાત્રીમાં પ્રથમથી છેલ્લા નોરતા સુધી માતાને પ્રિય ભોગ ચડાવવાનો રીવાજ છે. અને તમામ લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો માતા શૈલપુત્રી પ્રથમ નોરતા પર માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પર્વતરાજ […]

નવરાત્રીમાં 9 દિવસ સુધી માતાના અલગ-અલગ રૂપનું પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવે છે. નવરાત્રીમાં પ્રથમથી છેલ્લા નોરતા સુધી માતાને પ્રિય ભોગ ચડાવવાનો રીવાજ છે. અને તમામ લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
માતા શૈલપુત્રી
પ્રથમ નોરતા પર માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીની પૂજા કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થઈ શકે છે. અને તમામ સાધકો સિદ્ધીને પામવા અનુષ્ઠાન કરે છે. માતાનું વાહક વૃષભ છે. માતાને ગાયના ઘીથી બનેલા વ્યંજનનો ભોગ ચડાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ માટે ખેલૈયાઓમાં દેશભક્તિની થીમ પર ટેટુનો ક્રેઝ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
માતા બહ્મચારણી
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે.
માતા ચંદ્રઘંટા
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ‘ચંદ્રઘંટા’ છે. નવરત્રી આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન મણિપૂર’ચક્રમાં પ્રવેશ પામે છે. સિંહની સવારી કરનારા માતાને દૂધનો ભોગ ચડાવવામાં આવે છે.
કુષ્માંડા માતા
જગતજનનીના ચોથા સ્વરૂપ એવા માતા કુષ્માંડા દેવીની પૂજાનો થાય છે ચૈત્રી નવરાત્રીનું ચોથું નોરતું છે. ભક્તો ચોથા નોરતે માતા કુષ્માંડા દેવીની પૂજા કરે છે અને તેમનું ધ્યાન, અર્ચન કરે છે. કહેવાય છે કે, ચોથો દિવસ વાણી અને બુદ્ધિ પ્રાપ્ત કરવાનો દિવસ છે. આ દિવસે બધી રીતની વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડળીમાં બુધ નબળો હોય છે. તેમના માટે માતા કુષ્માંડા દેવીની પૂજા વિશેષ હોય છે. માતા કુષ્માંડાને નવ પ્રસાદ ધરાવવામાં આવે છે. માતાને માલપુવાનો ભોગ ધરાવો. જે બાદ માતનો પ્રસાદ કોઈ ગરીબને આપવામાં આવે છે.
સ્કંદમાતા
દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુધ્ધ’ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. માતા સિંહની સવારી કરે છે અને કેળાના પ્રસાદ ચડાવવામાં આવે છે.
માતા કાત્યાયની
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. માતા દુર્ગાની પૂજાના છઠ્ઠા દિવસે તેમના કાત્યાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. માતાના ચરણ પાસે મધ રાખવામાં આવે છે.
માતા કાલરાત્રી
માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે.
માતા મહાગૌરી
માતા દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે ફરકતા નથી
માતા સિદ્ધિદાત્રી
નવરાત્રિ પૂજનના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય રીતરીવાજો અને પૂરતી નિષ્ઠાથી સાધના કરનારાઓ તમામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે પણ મા સિદ્ધિદાત્રીની કૃપાથી આ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની કૃપાથી જ મહાદેવનું અડધું શરીર દેવીનું થયું હતું અને તેઓ અર્ધનારેશ્વર નામથી ઓળખાયા હતા. તેમની સાધનાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.
