Bardoli : નગરપાલિકામાં રીફલેક્ટર કૌભાંડ ખુલ્યું, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરાઇ

સુરત જિલ્લાની બારડોલી પાલિકામાં રીફલેક્ટર કૌભાંડ બહાર આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા 4 લાખથી વધુના રીફલેક્ટર મુક્યા વગર જ બિલ મુક્યાં છે. જેથી કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 7:12 PM

Bardoli : સુરત જિલ્લાની બારડોલી પાલિકામાં રીફલેક્ટર કૌભાંડ બહાર આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા 4 લાખથી વધુના રીફલેક્ટર મુક્યા વગર જ બિલ મુક્યાં છે. જેથી કારોબારી અધ્યક્ષ દ્વારા તપાસ કરી વસુલાત કરવામાં આવી હતી.

બારડોલી નગર પાલિકામાં રસ્તા પર પીળા પટ્ટા તેમજ રીફલેક્ટર લગાવવા દિશા એન્ટર પ્રાઈઝને કામ સોંપવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી માસમાં આ કામ માટે 21.50 લાખનું બિલ બનાવી પાલિકામાં મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું. પાલિકાના ઇજનેરોએ પણ ચકાસણી વગર બિલો મંજુર કરી દીધા હતા.

જોકે આખા મામલે ગેરરીતિની ફરિયાદ સામે આવી હતી. જેથી પાલિકાના કારોબારી ચેરમેનને વાત ધ્યાને આવતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રીફલેક્ટરની સંખ્યા 12,750 લખી હતી. જ્યારે સ્થળ ચકાસણી કરતા 2700 જેટલી સંખ્યા ઓછી થઈ હતી. આમ, આટલા રીફલેક્ટર લગાડ્યા વિનાજ બિલ મંજુર કરાયાનું બહાર આવ્યું હતું.

આ મામલે કારોબારી અધ્યક્ષ દ્વારા નીતિન શાહ દ્વારા કોન્ટ્રાકટર રાજેશ અગ્રવાલ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. અને, કોન્ટ્રાક્ટર રાજેશ અગ્રવાલ પાસેથી 4.38 લાખ તેમજ દંડનીય રકમ મળી કુલ 5 લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી હતી. અને, ભ્રષ્ટાચારની સજાનો દાખલો બેસાડવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા 9 તાલુકામાં 1.60 લાખ બાળકોનો સર્વે કરાયો

 

આ પણ વાંચો : Ahmedabad: 48 વર્ષના દિવ્યાંગની એક આધાર કાર્ડ માટે રઝળપાટ, તમામ કાગળો હોવા છતાં આધાર કેન્દ્રો પર ધરમના ધક્કા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">