Armano Ki Chitthi : બેરોજગાર બનેલા યુવકનો નાણા પ્રધાનને દર્દભર્યો પત્ર, જાણો નિર્મલા સીતારમણ પાસે યુવાનોએ શું માગ કરી
Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.
Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાનાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઇને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા પૂણેના એક રહેવાસી કાર્તિક પત્ર લખે છે.
પત્રમાં તે લખે છે કે, હું એક સ્ટાર્ટપમાં કામ કરૂ છું ભાડાનું ઘર શોધીને નોઇડામાં સેટલ થયો છું. હજુ નોકરી શરૂ કર્યાને એક જ મહિનો થયો ત્યાં મને HR માંથી E-Mail આવે છે કે કંપનીમાંથી અમુક કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે, એમાં મારૂ પણ નામ હતું અને મારી સાથે બીજા 300 કર્મચારીને છુટ્ટા કરવામાં આવ્યા.
હવે મારી પાસે નોકરી નથી મારા પરિવારને હું આ વાત કેવી રીતે કહિશ અને મારા ઘરના ખર્ચા કેવી રીતે કાઢીશ? કાર્તિક આ પત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને બેરોજગારી અને યુવાનોની નોકરી અંગે રજુઆત કરે છે. ખાસ કરીને સરકારને રોજગારી ભથ્થા અને નોકરી અંગે રજુઆત કરી છે.
નાણામંત્રીના પીટારામાંથી આ વર્ષે નોકરી ઇચ્છુકને શું મળી શકે છે, ખાસ કરીને જે લોકો નોકરીની શોધમાં છે, તેના માટે બજેટમાં શું જોગવાઇ હશે તે જોવાનું રહ્યુ, યુવાનોની માગ છે કે, જે રીતે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગો કર્મચારીઓને છુટ્ટા કરી રહ્યા છે, તેના પર કોઇ નિયમ આવે, કોરોના જેવી સ્થિતીમાં હજારો લોકોની રોજગારી ગઇ છે, એવામાં કંપનીઓ અસંખ્ય લોકોને છુટા કરી રહી છે, આના માટે સરકાર શું પગલા લેશે તે જોવાનું રહ્યુ.