Ahmedabad મેડિકલ એસોસિએશનના તબીબોની મહત્વની બેઠક યોજાઈ, કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓ બાબતે ચર્ચા થઇ

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 13, 2021 | 4:08 PM

Ahmedabad મેડીકલ એસોસિએશનના ડોકટર્સ દ્વારા યોજાયેલી બેઠકમાં દરેક ફિલ્ડનના નિષ્ણાત ડોકટર્સ બેઠકમાં જોડાયા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ કૉ-ઓર્ડીનેટર ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરની ઘાતકતા ઓછી કરવા વેકસીનેશન અને તમામ sopનું પાલન જરૂરી રહેશે.

Ahmedabad મેડીકલ એસોસિએશનના ડોકટર્સ દ્વારા યોજાયેલી બેઠકમાં દરેક ફિલ્ડનના નિષ્ણાત ડોકટર્સ બેઠકમાં જોડાયા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ કૉ-ઓર્ડીનેટર ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરની ઘાતકતા ઓછી કરવા વેકસીનેશન અને તમામ sopનું પાલન જરૂરી રહેશે. સાથે જ આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ ના જઈએ ત્યાંસુધી નિયમોનું પાલન કરવું પડશે.

એમડી. ફિઝિશિયન ડો.ઉર્મેન ધ્રુવએ જણાવ્યું કે બીજી લહેરમાં દર્દીઓને લાવવા લઇ જવામાં એમ્બ્યુલન્સની તકલીફો પડી હતી. એટલે ત્રીજી લહેર પહેલા એમ્બ્યુલન્સ ઉપરાંત ટેક્સીઓ કે સીટી બસ કે કોઈપણ પ્રકારના ઉપયોગ વગર પડી રહે છે તેવા વાહનોનો ઉપયોગ કરી શકાય તેવી તૈયારી રાખવી પડશે.

એવું મનાય છે કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે. જોકે ઘણા પીડિયાટ્રીશિયન આ વાત નકારી રહ્યા છે. છતાં તેની તૈયારીના ભાગરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું પડશે. સાથે હોસ્પિટલમાં બાળકો માટેના વોર્ડ અને તેમાં એક પેરેન્ટ્સ રહી શકે તેવી વ્યવસ્થા બનાવવી પડશે. જો થર્ડ વેવમાં બાળકો સંક્રમિત થવાના ચાન્સીસ હોય તો તેવા બાળકોના માતાપિતાએ વેકસીન લઈ લેવી જોઈએ. બધા વેકસીનેટ થશે તો-જ બધાને ફાયદો થશે. એટલે વધુને વધુ લોકોને વેકસીન લેવા માટે પ્રેરવા પડશે.

માસ્ક અને વેકસીન બન્ને એટલા જ મહત્વના છે. જે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ કે અન્ય કોઈ રોગ છે તેને કાબુમાં લાવવા પ્રયાસ કરવો પડશે. જે લોકોને રોગ નથી. તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. IMAના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ગાર્ગી પટેલએ જણાવ્યું કે. ત્રીજી વેવ આવશે એવી શક્યતા છે પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય એ શકયતા હાલ અમે નકારીએ છીએ.

કોઈ સંશોધન એવું નથી કહેતું કે હવે બાળકો મોટી સંખ્યામાં સપડાશે. બાળકોમાં વધુ અસર નથી જોવા મળતી. કેમ કે બાળકોમાં ઇમ્યુનિટી સારી પહેલેથી જ હોય છે. બાળકોમાં મોટાઓ જેવી અન્ય બિમારી વધુ પ્રમાણમાં હોતી પણ નથી. કોવિડમાં હંમેશા સમય જઈને સ્ટ્રેટેજી બદલવી પડે. 10 થી 17 વર્ષના બાળકો પર થોડા સમય પહેલા એક અભ્યાસ થયો. જેમાં 10 ટકા સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

જોકે તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે એટલે ડરવાની જરૂર નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્રીજા વેવની શક્યતાને જોતા તૈયારીઓ શરૂ કરાઇ છે. સિવિલ હોસ્પિટલમાં 246 બેડ બાળકો માટે તૈયાર છે, 60 NISU બેડ તૈયાર છે. કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર દિલીપ માવલંકરે જણાવ્યું કે પહેલા વેવ કરતા બીજા વેવમાં અમદાવાદમાં 16 ગણા અને ભારતમાં 4 ગણા કેસ આવ્યા, હવે ત્રીજી વેવ આવે તો 30 ગણા કેસ આવે એ રીતે તૈયારીઓ કરવી પડે.

જોકે ત્રીજો વેવ ના આવે તો સારું, ઝડપથી નવી હોસ્પિટલ ઉભી કરી શકાય તેની તૈયારી જરૂરી છે. માસ્ક અને વેકસીનેશન પર ખાસ ધ્યાન આપવું જરૂરી. બીજા વેવમાં આપણે શીખ્યા કે અંતિમ સમયે કૂવો ખોદવા ના જવાય. આંકડાઓ હશે તો સરળતાથી પહોંચી વળીશું. સર્જીકલ લોકડાઉન એટલે જ્યાં આંકડા વધે ત્યાં લોકડાઉન કરવું પડે, જેથી સંક્રમણ પણ કાબુ ઝડપથી મળી જાય.

 

g clip-path="url(#clip0_868_265)">