Ahmedabad Corona vaccination: શહેરમાં 100% રસીનો ટાર્ગેટ પુરો કરવા AMC સોસાયટીઓનાં ચેરમેનનાં ભરોસે, સભ્યોએ રસી લીધી કે નહી તેનું બાંહેધરીપત્રક આપવું પડશે

Ahmedabad Corona Vaccination: સોસાયટી કે સંસ્થામાં કોઇ વેક્સીન વિનાનું તો નથીને? આ અંગે જરૂરી પત્રક ભરીને મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરવા આદેશ કરાયો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 4:23 PM

Ahmedabad Corona vaccination: અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશન(Vaccination) માટે કોર્પોરેશને(Corporation) કમર કસી છે. શહેરમાં રોજ 1 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ પૂરો ન થતાં હવે સોસાયટીઓના ચેરમેન(Society Chairman)ના માથે નવી જવાબદારી નાખવામાં આવી છે.

તેમની સોસાયટી કે સંસ્થામાં કોઇ વેક્સીન વિનાનું તો નથીને? આ અંગે જરૂરી પત્રક ભરીને મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરવા આદેશ કરાયો છે. સોસાયટીના પ્રમુખ-કોમર્શિયલ એકમના સંચાલક-માલિકે એવું બાંયધરીપત્રક આપવું પડશે કે તેમની સોસાયટીમાં કેટલાએ વેક્સિન લેવાની બાકી છે અને તેમને ક્યાં સુધીમાં લેવડાવી દેવામાં આવશે.

મહત્વનું છે કે શહેરમાં કુલ 14 લાખ 96 હજાર 542 નાગરિકોનું વૅક્સીનેશન બાકી છે જે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વિશેષ વ્યવસ્થા હાથ ધરાઈ છે.

રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમ વચ્ચે તેને વધુ સક્ષમ અને સચોટ બનાવવામાં આવશે. તેને મજબુત રીતે અમલી બનાવવાનાં ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. વૅક્સીનેશનનો વ્યાપ વધારવા AMC એએમટીએસ(AMTS) અને બીઆરટીએસ (BRTS) મુસાફરોની પૂછપરછ કરી શકે છે.

વૅક્સીન લીધી છે કે કેમ તે અંગે પ્રવાસીઓને પુછવામાં આવશે. વૅક્સીનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ પણ સાથે રાખવો પડી શકે છે. કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશન આ મહત્વનો નિર્ણય ટૂંક જ સમયમાં લેવા જઈ રહી છે.

રાજ્યમાં સૌથી વધુ રસીકરણ સુરતમાં નોંધાયું છે. સુરતમાં 53 હજાર 607 લોકોએ રસી મુકાવી છે જ્યારે બીજા નંબર પર અમદાવાદ રહ્યું અહીં 52 હજાર 392 લોકોનું રસીકરણ કરાયું જ્યારે વડોદરામાં 28 હજાર 252 નાગરિકોએ મુકાવી તો રાજકોટમાં 27 હજાર 443 લોકોએ રસીકરણ કરાવ્યું આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 કરોડ 30 લાખ 9 હજાર લોકો રસી મુકાવી ચૂક્યા છે.
તો પાછલા 24 કલાકમાં 302 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો જ્યારે 7 હજાર 215 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો તો 45થી મોટી ઉંમરના 67 હજાર 759 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 50 હજાર 119 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો.

આ તરફ 18થી 45 વર્ષના 3 લાખ 10 હજાર 741 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અને 17 હજાર 164 યુવાનોને રસીનો બીજો ડોઝ અપાઈ ચુક્યા છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">