ટીમ ઈન્ડિયાની હાર બાદ એક કવિ સંમેલનનો રમૂજી વીડિયો થયો વાયરલ

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ એક કવિ સંમેલનનો રમૂજી વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક કવિ ભારતની હાર પર રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકૈત શું કરશે એના પર મજાક કરી રહ્યા છે.

| Updated on: Nov 21, 2023 | 2:22 PM

ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમની હાર બાદ અનેક વીડિયો પોસ્ટ, ફોટો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક સામાન્ય લોકો, કલાકારો, ક્રિકેટરો સહિત તમામ લોકોના વીડિયો સામે આવ્યા હતા. આવો જ એ વીડિયો કવિ સંમેલનનો વાયરલ થયો છે, જેમાં એક કવિ મેચમાં હાર બાદ સ્ટેજ પર કોમેડી કરી રહ્યા છે.

ભારતની હાર પર રાકેશ ટિકૈતની રમૂજી પ્રતિક્રિયા કવિના સૂરમાં

વીડિયોમાં જોવા મળતા કવિનું નામ દીપક સૈની છે અને તે રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતના વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ શું કરશે તે અંગે જણાવી રહ્યા છે. આ કલાકારે જણાવ્યું હતું કે, રાકેશ ટિકૈતને મૈં પૂછ્યું કે ભારત વર્લ્ડ કપમાં હાર્યું હવે તમે શું કરશો? તેના પર રાકેશ ટિકૈત જવાબ આપે છે કે અમે આંદોલન કરીશું.

ICCના ઘરની બહાર કરશે ધરણા પ્રદર્શન!

કવિ દીપક સૈનીએ આગળ રમુજ કરતાં જણાવ્યું કે, રાકેશ ટિકૈતજી ભારતની હર બાદ હવે આઈસીસીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરશે અને માંગ કરવામાં આવશે કે આ મેચ જે ભારત હાર્યું એ પાછી યોજવામાં આવે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">