Jamnagar: કાલાવડ સ્મશાનગૃહમાં ખૂટી પડ્યા લાકડા, કોરોના મહામારીના કારણે લાકડાની અછત

| Updated on: Apr 21, 2021 | 6:47 PM

કોરોના મહામારીના કારણે જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં સ્મશાનમાં લાકડાં ખૂટી ગયા છે. લાકડાઓનો જથ્થો ખૂટી જતા સામાજિક સંસ્થાએ ગ્રામ્યસ્તરે લોકોને મદદ કરવા અપીલ કરી છે અને લાકડાઓ પહોંચાડવા માટે હાકલ કરી છે.

કોરોના મહામારીના કારણે જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં સ્મશાનમાં લાકડાં ખૂટી ગયા છે. દૈનિક ચારથી પાંચ મૃતદેહોની અંતિમક્રિયા વચ્ચે લાકડાઓનો જથ્થો ખૂટી જતા સામાજિક સંસ્થાએ ગ્રામ્યસ્તરે લોકોને મદદ કરવા અપીલ કરી છે અને લાકડાઓ પહોંચાડવા માટે હાકલ કરી છે. લાકડાની સાથે સંસ્થા દ્વારા તાત્કાલિક અસરથી સ્મશાનમાં ખાટલા પણ વધાર્યા છે. લાકડાની મદદ માટે લોકોને કાલાવડ-ધોરાજી હાઇવે પર આવેલા ખોડિયાર ગરબી મંડળની ઓફિસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: દ્વારકામાં રામનવમીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી, વિશેષ શણગારથી દ્વારકાધીશ બન્યા શ્રીરામ

g clip-path="url(#clip0_868_265)">