દ્વારકામાં રામનવમીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી, વિશેષ શણગારથી દ્વારકાધીશ બન્યા શ્રીરામ
યાત્રાધામ દ્વારકામાં રામનવમીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા જગતમંદિરે રામનવમીના કાળિયા ઠાકોરને પુજારી દ્વારા વિશેષ શણગાર કરાયો હતો.
યાત્રાધામ દ્વારકામાં રામનવમીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા જગતમંદિરે રામનવમીના કાળિયા ઠાકોરને પુજારી દ્વારા વિશેષ શણગાર કરાયો હતો. શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ધનુષબાણ ધારણ કરીને દ્વારકાધીશ શ્રીરામ બન્યા હતા. બપોરના બારના ટકોરે દ્વારકાધીશજીને પુજારી દ્વારા રામનવમીની વિશેષ આરતી કરાઇ હતી. કોરોના મહામારીના કારણે મંદિર બંધ હોવાથી લાખો ભાવિકોએ ઓનલાઇન દર્શનો લાભ લિધો હતો.
Latest Videos