Surendranagar: કલેક્ટરે ફરમાન પરત ખેંચતા હોમ ક્વૉરન્ટાઇન કોરોના દર્દીઓને પણ મળશે ઓક્સિજનની બોટલ

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે.

  • TV9 Webdesk13
  • Published On - 13:51 PM, 25 Apr 2021

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે. અગાઉ હોમ આઇસોલેટેડ દર્દીઓને ઓક્સિજન આપવાની ના પાડવાનું તંત્રએ ફરમાન કર્યું હતું. જેના પગલે મોડી રાતે લોકોના ટોળા અને આગેવાનો કલેક્ટર બંગલે પહોંચ્યા હતા.

લોકોની માગ સામે આખે ઝૂકીને કલેક્ટરે ઓક્સિજન રિફિલિંગ કરી આપવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, કલેક્ટરે ફરમાન પરત ખેંચી લેતા જોરાવરનગર, રતનપર અને વઢવાણ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય