મોરબી: વઘાસિયા નજીક ઉભું કરાયું હતું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું
ટોલનાકા નજીક આવેલી વાઇટ હાઉસ સિરામીકમાંથી રસ્તો કાઢીને ટોલ ઉધરાવવામાં આવતો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી હતી. કોના આર્શિવાદથી આ ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ ઉભો થાય છે. આટલી ફરિયાદ હોવા છતા વહિવટી તંત્રએ કેમ કાર્યવાહી ન કરી તે પણ મોટો સવાલ છે?
મોરબીના વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા નજીક નકલી ટોલનાકું ઉભું કરાયું હતું. છેલ્લા દોઢ વર્ષથી આ ટોલનાકું ઉભું કરાયું હોવાની માહિતી સામે આવી છે. ટોલનાકા નજીક આવેલી વાઇટ હાઉસ સિરામીકમાંથી રસ્તો કાઢીને ટોલ ઉધરાવવામાં આવતો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરી હતી.
મહત્વનું છે કે, ગત જૂન મહિનામાં વાંકાનેર પોલીસને પણ ટોલબુથ સંચાલકોએ અરજી આપી હતી. એક અંદાજ પ્રમાણે ફોરવ્હીલના 50, મેટાડોરના 100 અને ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવતા હતા. કોના આર્શિવાદથી આ ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ ઉભો થાય છે. આટલી ફરિયાદ હોવા છતા વહિવટી તંત્રએ કેમ કાર્યવાહી ન કરી તે પણ મોટો સવાલ છે?
આ પણ વાંચો: મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, સાત આરોપી પોલીસ પકડમાં, જુઓ વીડિયો
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો