તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

ક્યારેય તમારી સાથે પણ એવું થયું છે કે તમે કોઈ અજાણ્યા વિસ્તારમાંથી એકદમ સ્પીડમાં પસાર થઈ રહ્યાં છો અને તે વિસ્તારના, શેરીના કૂતરાઓ તમને જોઈએ ભસવાનું કે તમારા વાહન પાછળ દોડવાનું શરૂ કરી દે છે.  ઘણી વાર એવું પણ થાય કે તમે સંતુલન ખોઈ બેસો અને એક્સિડન્ટ જેવી પરિસ્થિતિ સર્જાય. ઘણી વાર કૂતરાઓ ગાડી નીચે […]

TV9 Web Desk3

|

Jan 02, 2019 | 7:48 AM

ક્યારેય તમારી સાથે પણ એવું થયું છે કે તમે કોઈ અજાણ્યા વિસ્તારમાંથી એકદમ સ્પીડમાં પસાર થઈ રહ્યાં છો અને તે વિસ્તારના, શેરીના કૂતરાઓ તમને જોઈએ ભસવાનું કે તમારા વાહન પાછળ દોડવાનું શરૂ કરી દે છે. 

ઘણી વાર એવું પણ થાય કે તમે સંતુલન ખોઈ બેસો અને એક્સિડન્ટ જેવી પરિસ્થિતિ સર્જાય. ઘણી વાર કૂતરાઓ ગાડી નીચે કચડાઈ પણ જાય પણ સવાલ એ થાય કે આખરે તેઓ ગાડીઓથી ડરતા કેમ નથી.

એમને જોઈને તો એવું લાગે કે જાણે તમે તેમની કોઈ વસ્તુ લઈને જઈ રહ્યાં છો. પરંતુ શું તમને ખબર છે કે કૂતરાઓના આવા વર્તન પાછળ ઘણાં સાઈકોલોજિકલ તેમજ વૈજ્ઞાનિક કારણો છે. જેને જાણીને કદાચ તમ પણ ચોંકી ઉઠશો.

એક વસ્તુ તો તમે સૌ કોઈ જાણતા હશો કે આસપાસનો માહોલ અને લોકોને ઓળખવામાં કૂરતા એક્સપર્ટ હોય છે. પરંતુ તમને થશે કે તે એક વફાદાર પ્રાણી હોવા છતાં પણ કેમ આમ ગાડીઓ અને ટૂ વ્હીલર્સ પાછળ દોડે છે. તો આવો જાણીએ આ પાછળના વિવિધ કારણો:

ફિતરત હોય છે

કૂતરાઓને ગાડી કે ટૂ-વ્હીલર્સથી કોઈ દુશ્મની નથી હોતી. પરંતુ બસ તેઓ ગાડીની લાઈટ અને તેની સ્પીડથી ગભરાયેલા હોય છે. પશુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે કૂતરાઓ ગાડીની સ્પીડ, અવાજ અને સ્પીડથી ખતરો અનુભવે છે. ખાસ કરીને જ્યારે તમારી કાર કે ટૂ-વ્હીલરના ટાયરના ઘર્ષણથી એક ચોક્કસ પ્રકારનો અવાજ આવે તો તે એવાજ કૂતરાઓને પસંદ નથી પડતી અને તેવામાં તેઓ તમારા વાહન પાછળ ભાગે છે.

કૂતરાઓની સૂસૂનું વિજ્ઞાન

આ વાત તો તમે જાણતાં જ હશો કે કૂતરાઓને કાર અને બાઈક્સના ટાયરો પર સૂસૂ કરવાની મજા આવતી હોય છે. પરંતુ તમને કહી દીએ કે કૂતરાઓ આમ કરીને પોતાના વિસ્તારની સીમા નક્કી કરે છે. આ નિયમ સંપૂર્ણ રીતે જંગલના કાયદાથી જોડાયેલો છે. જે ગાડીના ટાયરો પર કોઈ બીજા વિસ્તારના કૂતરાઓની સૂસૂની સ્મેલ તેમને આવી જાય ત્યારે તેઓ પોતાના વિસ્તારમાં કોઈ બીજા કૂતરાની કોઈ પણ નિશાની સહન નથી કરી શકતા ત્યારે તેઓ ગાડી પર ભસે છે.

તમે નોટિસ કર્યું હશે કે તો ઝડપી ચાલતી ગાડી અચાનક રોકાઈ જાય તો પછી તેઓ પીછો કરવાનું કે ભસવાનું બંધ કરી દે છે. આ જ કારણથી તેમને લાગે છે કે તેમણે આ મોટા જાનવારને હરાવીને પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે.

આપણી મદદ માટે કરે છે આવું

કૂતરાઓ સેંકડો વર્ષોથી મનુષ્યોની સાથે જ રહી રહ્યાં છે. જંગલી કૂતરાઓની શિકાર કરવાની એક પોતાની જ સ્ટાઈલ હોય છે પરંતુ મનુષ્યોની વચ્ચે રહેનારા કૂતરાઓ સદીઓથી શિકાર દરમિયાન માનવોની મદદ કરી રહ્યાં છે. તેમનો આ ગુણ તેમને સ્પીડમાં ચાલતી ગાડી અને લોકોની પાછળ દોડવા માટે કહે છે.

તેઓ અજાણી વ્યક્તિઓ અને અજાણી ગાડીઓને એક મોટા જાનવર તરીકે જોવે છે. ગાડીઓની પાછળ ભાગીને અને તેમની પાછળ ભસીને તેઓ એક રીતે તેમના પર હુમલો કરે છે અને તેને મારીને કે પાડીને એટલે કે શાંત કરીને પોતાના વિસ્તારથી ભગાડીને જ રાહતનો શ્વાસ લે છે.

રમત-રમતમાં પણ કરે છે ગાડીનો પીછો

ઘણી વાર કૂતરાઓ રમત-રમતમાં પણ અજાણ્યી ગાડીને પકડવાનો પ્રયત્ન કરે છે જેમ કે તેઓ જાણે કોઈ રમકડાંને પકડવા જઈ રહ્યા હોય. ઘરના પાલતૂ કૂતરાઓ પણ આવા કામોમાં માહેર હોય છે અને ઘણી વખત કારણ વગર ભસવાનું અને દોડવાનું શરૂ કરી દે છે. જોકે રસ્તાની વચ્ચે કૂતરાઓનું આવું વર્તન જોઈને ઘણી વખત ગાડીસવાર લોકો ડરી જાય છે. કોઈ પણ ગાડી પાછળ ભાગવાથી કૂતરાઓને લાગે છે કે તેઓ ગાડીને ડરાવીને ભાગી રહ્યાં છે. આમ તો આ લોજિક કૂતરાઓના મનોવિજ્ઞાન સાથે જોડાયેલું છે પરંતુ છતાં પણ તેને ઘણાં ખરા અંશે સાચું માનવામાં આવે છે.

આ પણ વાંચો: સાસુ-વહુના ઝઘડામાં જો તમે થઈ ગયા છો સૅન્ડવીચ તો ઘરના વાસ્તુમાં કરો આ સરળ બદલાવ જે લાવશે શાંતિ

તો એવુું પણ કહેવાય છે કે જો તમારી ગાડી કે ટૂ-વ્હીલર જેવા જ કોઈ વાહનથી જો કોઈ વિસ્તારમાં કૂતરાનું મોત થઈ ગયું હોય તો પણ તે વાહન જેવો કલર કે આકાર દેખાય એટલે તરત ભસવા લાગે છે.

સાવધાન રહો

ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવતા લોકોએ બહુ જ સાવધાનીપૂર્વક ગાડી ચલાવવાની જરૂર હોય છે. કોઈને કરડવું તેમની ફિતરત હોય છે અને ભસવું તેમની આદત. એટલે જ કૂતરાઓના વિસ્તારમાંથી પસાર થતાં હોય તો ગાડી ધીમી જ રાખો. કાર છે તો પણ સાવધાની તો રાખો જ.

[yop_poll id=437]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati