Zomato: ડિલિવરી બોયના સમર્થનમાં આવી રહ્યા છે લોકો, આરોપ લગાવનાર મહિલા સામે સવાલ

Zomato News Update: બેંગલુરુમાં ઝોમેટો (Zomato)ના ડિલિવરી બોય દ્વારા મહિલા કસ્ટમરનું નાક તોડવાના મામલામાં નવા વળાંક આવી રહ્યા છે. હવે ડિલિવરી બોયે તેના પર લાગેલા આરોપોને નકારી દીધા છે સાથે જ તેણે મહિલા પર જ આરોપ લગાવી દીધા છે.

Zomato: ડિલિવરી બોયના સમર્થનમાં આવી રહ્યા છે લોકો, આરોપ લગાવનાર મહિલા સામે સવાલ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 13, 2021 | 11:36 PM

Zomato News Update: બેંગલુરુમાં ઝોમેટો (Zomato)ના ડિલિવરી બોય દ્વારા મહિલા કસ્ટમરનું નાક તોડવાના મામલામાં નવા વળાંક આવી રહ્યા છે. હવે ડિલિવરી બોયે તેના પર લાગેલા આરોપોને નકારી દીધા છે સાથે જ તેણે મહિલા પર જ આરોપ લગાવી દીધા છે. તેણે કહ્યું કે મહિલા પોતાની જ રીંગથી ઈજાગ્રસ્ત થઈ છે. ડિલિવરી બોયના આ નિવેદન બાદ કેસમાં નવો વળાંક આવી ગયો છે અને લોકો સોશિયલ મીડિયા પર ડિલિવરી બોયના સપોર્ટમાં આવવા લાગ્યા છે અને મહિલા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર હિતેશા ચંદ્રાણી (Hitesha Chandranee) નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો, જેમાં તેણે કહ્યુ હતુ કે ઓર્ડર લેવાની ના પાડતા ઝોમેટોના ડિલિવરી બોયે તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં તેના નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યુ હતુ.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

મહિલા પર ખરાબ વ્યવહારનો આરોપ

કામરાજ નામના ડિલિવરી બોયે ધરપકડ થયા બાદ પોલીસને નિવેદન આપ્યુ કે તેમના એપાર્ટમેન્ટના દરવાજા પર પહોંચ્યો અને તેમને પાર્સલ આપ્યુ, તેણીએ કેશ ઓન ડિલિવરી ઓપ્શન પસંદ કર્યુ હતુ, જેથી હુ તેમની પાસે પૈસા લેવા માટે ઉભો હતો, મેં ટ્રાફિક અને ખરાબ રસ્તાને કારણે જે મોડુ થયુ તેને લઈને માફી પણ માંગી, પરંતુ તેમનો વ્યવહાર ખુબ જ ખરાબ હતો. કામરાજે કહ્યુ કે હિતેશાએ પાર્સલ લઈ લીધુ અને પૈસા આપવાની ના પાડી દીધી. તે ઝોમેટો ચેટ સપોર્ટ સાથે વાત કરી રહી હતી અને જ્યારે મેં રૂપિયા માંગ્યા તો મને આપવાની ના પાડી દીધી અને મને ગુલામ કહ્યો. જ્યારે મેં ઝોમેટોના કસ્ટમ સપોર્ટ સાથે વાત કરી તો તેમણે મને જણાવ્યુ કે ઓર્ડર કેન્સલ થઈ ચૂક્યો છે માટે મેં તેમની પાસે પાર્સલ પાછું માંગ્યુ પણ તેમણે આપવાની ના પાડી દીધી.

પોતાની રિંગ નાક પર મારી લીધી: ડિલિવરી બોય

કામરાજે જણાવ્યુ કે મહિલાએ જ્યારે પૈસા ચૂકાવવાની ના પાડી અને પાર્સલ પાછુ આપવાની ના પાડી તો મેં ત્યાંથી જતાં રહેવાનો નિર્ણય લીધો અને જ્યારે હું લીફ્ટ તરફ જવા લાગ્યો તો તેણે મને હિન્દીમાં અપશબ્દ કીધા અને મને ચપ્પલથી માર્યો. તેના પ્રહારથી બચવા મેં પોતાના હાથનો ઉપયોગ કર્યો. તે મારા હાથને હટાવવાનો પ્રયત્ન કરવા લાગી ત્યારે ભૂલથી તેનો હાથ તેના પોતાના નાક પર વાગી ગયો અને હાથમાં પહેરેલી રિંગના કારણે તેને નાક પર વાગી ગયુ. જે કોઈ પણ તેનો ચહેરો જોશે તે સમજી જશે કે આ પંચ મારવાથી નથી વાગ્યુ અને ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં હિતેશા રિંગ પહેરેલી જોવા મળે છે.

ઝોમેટોના ફાઉન્ડરનું નિવેદન

મામલો વધતા જોઈ ઝોમેટોના ફાઉંડર દીપેન્દ્ર ગોહિલે સોશિયલ મીડિયા પર સમગ્ર મામલાને લઈને નિવેદન જાહેર કર્યુ છે. દીપેન્દ્રએ કહ્યુ કંપની હિતેશાનો મેડિકલ ખર્ચો ઉઠાવી રહી છે અને તેઓ હિતેશા અને કામરાજ બંનેના સંપર્કમાં છે, તેમણે કહ્યુ કે હાલમાં નિયમોનું પાલન કરતા તેમણે કામરાજને સસ્પેન્ડ કર્યો છે, પરંતુ કામરાજનો કાનૂની ખર્ચો તેઓ ઉછાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે કામરાજે 26 મહિનામાં 5 હજારથી વધુ ડિલિવરી કરી છે અને તેમની કસ્ટમર રેટિંગ પણ 4.57ની છે. દીપેન્દ્રએ કહ્યું કે તે આ મામલાની વાસ્તવિક્તા જાણવાના પૂરા પ્રયત્ન કરી રહ્યા છે.

સમગ્ર મામલામાં બંને પક્ષના નિવેદન અલગ અલગ છે. દેશભરમાં આ ઘટનાની ચર્ચાએ વેગ પકડ્યો છે લોકો સોશિયલ મીડિયા પર કામરાજને સપોર્ટ કરી રહ્યા છે અને ઝોમેટો એપ પર તેને મળેલા રેડિંગ્સની ચર્ચા કરી રહ્યા છે. કામરાજના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. પરંતુ સમગ્ર મામલાની સચ્ચાઈ તપાસ બાદ જ સામે આવશે

આ પણ વાંચો: Gujarat Police 2021: Gujarat Police દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">