Gujarat Police 2021: Gujarat Police દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત

પોલીસ સબ ઇન્સ્પેકટર (Police Sub Inspector) ભરતી બોર્ડ ભરતી અંગેની તમામ સૂચનાઓ 16 માર્ચના રોજ ojas.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Gujarat Police 2021: Gujarat Police દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 13, 2021 | 11:09 PM

Gujarat Police (2021) દળમાં પો.સ.ઈ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (Male/Female), હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (Male), ઈન્ટેલિજન્સ ઓફિસર (Male/Female) અને બિન હથિયારી મદદનીશ સબ ઈન્સ્પેકટર (Male/Female) વર્ગ 3 સંવર્ગની કુલ 1,382 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી માટે પો.સ.ઈ. (Police Sub Inspector) ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.

કુલ 1,382 ખાલી જગ્યાઓની વિગત

1. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર: 202 પોસ્ટસ 2. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (Female): 98 પોસ્ટસ 3. હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર (Male): 72 પોસ્ટસ 4. ઈન્ટેલિજન્સ ઓફિસર (Male): 18 પોસ્ટસ 5. ઈન્ટેલિજન્સ ઓફિસર (Female): 9 પોસ્ટસ 6. બિન હથિયારી મદદનીશ સબ ઈન્સ્પેકટર (Male): 659 પોસ્ટસ 7.  બિન હથિયારી મદદનીશ સબ ઈન્સ્પેકટર (Female): 324 પોસ્ટસ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ojas.gujarat.gov.in વેબસાઈટ પર સૂચનાઓ ભરતી અંગે મૂકવામાં આવેલ છે જે ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે.

કેવી રીતે કરશો અરજી

પો. સ. ઈ.  (Police Sub Inspector) ભરતી બોર્ડ ભરતી અંગેની તમામ સૂચનાઓ 16 માર્ચ 2021ના રોજ ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક ઉમેદવારોએ 16 માર્ચ 2021થી 31 માર્ચ 2021 દરમ્યાન ઓફિશિયલ વેબસાઈટ પર જઈ “પોલીસ ભરતીની જાહેરાત”ના પેજ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતાં પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લાગતાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ કાળજીપૂર્વક વાંચી લેવી. ઉમેદવારની ઓનલાઈન અરજી કન્ફર્મ થાય પછી તેની પ્રિન્ટ કાઢી જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ભરતી અંગેના નિયમો કે ઠરાવો કે પરિપત્ર home.gujarat.gov.in અને gad.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Government Internship: રાજ્યસભા સચિવાલયમાં ઈન્ટર્નશિપ અને ફેલોશિપની બમ્પર તક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">