OMG! મહિલાએ ચોકલેટમાંથી બનાવ્યા પકોડા, જોઈને જ લોકોને આવી ગઈ ઉલ્ટી! જુઓ Viral Video

વાયરલ ક્લિપ (Viral Video)માં એક મહિલા ચોકલેટમાંથી પકોડા બનાવતી જોવા મળે છે. વીડિયો જોયા પછી મોટાભાગના નેટીઝન્સને ઉબકા આવી ગયા, કેટલાક કહે છે 'એવું લાગે છે કે દુનિયાનો અંત નજીક છે.'

OMG! મહિલાએ ચોકલેટમાંથી બનાવ્યા પકોડા, જોઈને જ લોકોને આવી ગઈ ઉલ્ટી! જુઓ Viral Video
Chocolate Pakoda Viral Video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Sep 20, 2022 | 3:53 PM

ફૂડી લોકો હંમેશા ખોરાક સાથે પ્રયોગો કરતા રહે છે. ઘણી વખત પ્રયોગો ખાવાના સ્વાદમાં વધારો કરે છે, જ્યારે ઘણી વખત વેંડર્સ એવા કામ કરે છે કે રેસીપી જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. હવે આ વીડિયો (Chocolate Pakoda) જ જુઓ. આ જોઈને પકોડા પ્રેમીઓ પણ આઘાતમાં છે. તમારું મન પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે. વાસ્તવમાં વાયરલ ક્લિપ (Viral Video)માં એક મહિલા ચોકલેટમાંથી પકોડા બનાવતી જોવા મળે છે. વીડિયો જોયા પછી મોટાભાગના નેટીઝન્સને ઉબકા આવી ગયા, કેટલાક કહે છે ‘એવું લાગે છે કે દુનિયાનો અંત નજીક છે.’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા લારી પર પકોડા તળી રહી છે. આસપાસ ઘણા લોકો છે, જેઓ મહિલા દ્વારા બનાવેલા પકોડાની મજા માણી રહ્યા છે. પરંતુ બીજી જ ક્ષણે આ મહિલા કેડબરીના ચોકલેટ બારમાંથી પકોડા તળતી જોવા મળે છે. હવે આ વીડિયો જોઈને નેટીઝન્સ આ મહિલાને ઉગ્ર શબ્દોમાં કોસી રહ્યા છે.

કોઈ ચોકલેટની આત્માને શાંતિ મળે એમ કહી રહ્યું છે તો કોઈ કહે છે કે લાગે છે કે આ પકોડા ખાવાનું છોડાવીને જ રહેશે. બાય ધ વે, અમારી સલાહ છે કે જો તમે પણ પકોડાના શોખીન છો તો આ વીડિયો તમને નિરાશ કરશે. કારણ કે તમને આ ગુસ્સે કરી શકે છે અને ગુસ્સો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 

View this post on Instagram

 

A post shared by wildsofplanet (@wildsofplanet)

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati