AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: બસમાં સીટ મેળવવા લગાવ્યો ગજબનો જુગાડ, લોકોએ કહ્યું ‘પ્રાણ જાય પણ સીટ ન જાય’

આપણે બસમાં પ્રવેશતાની સાથે જ આપણી સીટ રિઝર્વ કરવાનું વિચારીએ છીએ નહીં તો આપણો કેટલોક સામાન રાખીને સીટ રિઝર્વ કરીએ છીએ. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ બસની સીટ લેવા માટે એવો જુગાડ આપનાવ્યો છે કે જેને જોઈને તમે પણ કહેશો- વાહ હેવી ડ્રાઈવર છો!

Viral: બસમાં સીટ મેળવવા લગાવ્યો ગજબનો જુગાડ, લોકોએ કહ્યું 'પ્રાણ જાય પણ સીટ ન જાય'
jugaad video of couple (Image : Snap From twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:13 AM
Share

દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. કેટલાક લોકોની અંદર એટલું ટેલેન્ટ ભરેલું હોય છે કે જોનારાને પણ મોંમા આંગળી નાખવી પડે. ખાસ કરીને, જ્યારે કોઈ જુગાડની વાત આવે છે. જો તમે પણ ઈન્ટરનેટની દુનિયામાં સક્રિય છો, તો તમે પણ દેશી જુગાડના એક કરતા વધુ વીડિયો જોયા જ હશે. તેમને જોયા પછી તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો. હાલ જુગાડ (Jugaad Video)નો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો હસતા રહે છે તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરતા પણ જોવા મળે છે.

આપણે જાણીએ છીએ કે આપણે ભારતીયો બસમાં સીટ વિશે કેટલા સંવેદનશીલ હોઈએ છીએ. કદાચ આ જ કારણ છે કે આપણે બસમાં પ્રવેશતાની સાથે જ આપણી સીટ રિઝર્વ કરવાનું વિચારીએ છીએ નહીં તો આપણો કેટલોક સામાન રાખીને સીટ રિઝર્વ કરીએ છીએ. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ બસની સીટ લેવા માટે એવો જુગાડ આપનાવ્યો છે કે જેને જોઈને તમે પણ કહેશો- વાહ હેવી ડ્રાઈવર છો!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસની પાછળની સીટની બારી પાસે એક પુરુષ છે અને તે મહિલાને બસની અંદર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પુરુષ બારીમાંથી સ્ત્રીને હાથ આપે છે અને સ્ત્રી તેને પકડીને બારીમાંથી બસની અંદર ખેંચે છે. બસમાં સીટ માટે બંનેનો સંઘર્ષ રંગ લાવે છે અને મહિલાને બારીમાંથી સીટ મળે છે.

જુગાડના આ વીડિયો પર યુઝર્સે પોતાની ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જુગાડ દ્વારા કંઈ પણ અશક્ય નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સીટને લઈને આટલો ક્રેઝ પહેલા ક્યારેય નથી જોયો.’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડની રીત મોટી છે, તે જોખમી હતું.

આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 દિવસમાં 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ત્યારે હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Instagram Tips and Tricks: ડિલીટ થયેલા ફોટો અને વીડિયો કરી શકાય છે રિસ્ટોર, અપનાવો આ જબરદસ્ત ટ્રિક

આ પણ વાંચો: પેન્ગ્વિનનું વજન માપવામાં શખ્સનો છૂટી ગયો પરસેવો, Viral વીડિયો જોઈ લોકો હસીહસીને થયા લોટપોટ

g clip-path="url(#clip0_868_265)">