Kam ni Vaat : શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ? તમને આનાથી કેવી રીતે થશે ફાયદો ? જાણો યોજના વિશે
આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. આ માટે ઘણા બધા ડેટાની જરૂર પડશે. જનધન (JANDHAN), આધાર (AADHAR CARD) અને મોબાઈલ દ્વારા તૈયાર કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશમાં (AYUSHYMAN BAHARA DIGITAL MISSION) આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો (India Digital Mission) પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે? અને તમને આનાથી કેવી રીતે ફાયદો થશે તે જાણવું ખુબ જ જરૂરી છે.
NHAની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે, દેશમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત વડાપ્રધાને 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાના પ્રાંગણથી કરી હતી. હાલમાં આ મિશનને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયલોટ તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે.
આ યોજનાની જો વાત કરીએ તો, આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે. આ માટે ઘણા બધા ડેટાની જરૂર પડશે. જનધન (JANDHAN), આધાર (AADHAR CARD) અને મોબાઈલ દ્વારા તૈયાર કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરાશે. સાથે જ સલામતી, ગુપ્તતા અને ગોપનીયતાને સુનિશ્ચિત કરતો આરોગ્ય સંબંધિત વ્યક્તિગત તમામ ડેટા મળી રહેશે. આ અંતર્ગત સરકાર દરેક વ્યક્તિનું એક અનોખું હેલ્થ કાર્ડ બનાવશે. જે તેમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કામ કરશે. આ કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ (DIGITAL) હશે જે દેખાવમાં આધાર કાર્ડ જેવું હશે. આ કાર્ડ પર તમને નંબર મળશે. આ નંબર આરોગ્યના ક્ષેત્રમાં વ્યક્તિની ઓળખ કરશે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે?
આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવાશે.
આરોગ્ય સંબંધિત વ્યક્તિગત તમામ ડેટા મળી રહેશે.
સરકાર દરેક વ્યક્તિનું એક અનોખું હેલ્થ કાર્ડ બનાવશે.
તેમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કામ કરશે.
જે દેખાવમાં આધારકાર્ડ જેવું જ હશે.
સરકારના આ મિશનથી તમને શું ફાયદો થશે?
તો એકવાર યુનિક હેલ્થ કાર્ડ જનરેટ થઈ જાય, પછી દર્દીને ડોક્ટરને બતાવવાની ફાઈલ લઈ જવાથી મુક્તિ મળશે.. ડોક્ટર અથવા હોસ્પિટલ,,દર્દીની હેલ્થ આઈડી જોશે અને તેનો તમામ ડેટા મેળવી શકશે..અને દર્દીના હેલ્થને લઈ બધું જ જાણી શકશે. તેના આધારે આગળની સારવાર સરળતાથી શરૂ કરી શકશે.. આ કાર્ડ એ પણ જણાવશે કે વ્યક્તિને કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે. દર્દીને આયુષ્માન ભારત અંતર્ગત સારવાર સુવિધાઓનો લાભ મળે છે કે નહીં, તે પણ આ અનોખા કાર્ડ દ્વારા જાણી શકાશે.
AYUSHYMAN BAHARA DIGITAL MISSION થી શું થશે ફાયદો?
દર્દીને ડોક્ટરને બતાવવા માટે ફાઈલ લઈને જવાથી મુક્તિ મળશે.
ડોક્ટર દર્દીની હેલ્થ આઈડી જોશે અને દર્દીના હેલ્થને લઈ બધું જ જાણી શકશે.
વ્યક્તિને કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે તે પણ જાણી શકાશે.
કેવી રીતે બનશે હેલ્થ આઈડી તે પણ જાણી લો
સૌ પ્રથમ, જે વ્યક્તિનું આઈડી જનરેટ થશે તેની પાસેથી મોબાઈલ નંબર અને આધાર નંબર લેવામાં આવશે. આ બે રેકોર્ડની મદદથી એક અનોખું હેલ્થ કાર્ડ (HEALTH CARD) બનાવાશે. આ માટે સરકાર એક હેલ્થ ઓથોરિટીની રચના કરશે, જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરશે. સાર્વજનિક હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર અથવા આરોગ્યસંભાળ પ્રદાતા કે જે નેશનલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજિસ્ટ્રી સાથે જોડાયેલ છે તે,,વ્યક્તિની હેલ્થ આઈડી (HEALTH ID) જનરેટ કરી શકે છે. તમે www.healthid.ndhm.gov.in પર તમારા પોતાના રેકોર્ડને રજીસ્ટર કરીને તમારું હેલ્થ આઈડી પણ બનાવી શકો છો.
કેવી રીતે બનશે હેલ્થ આઈડી ?
હેલ્થ આઈડી (HEALTH ID) જનરેટ કરવા માટે મોબાઈલ અને આધાર નંબર લેવાશે.
આ બે રેકોર્ડની મદદથી હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.
સરકાર એક હેલ્થ ઓથોરિટીની રચના કરશે.
તમે https://healthid.ndhm.gov.in/register પર પોતાનો રેકોર્ડ રજીસ્ટર કરી શકશો.
આ પણ વાંચો :Kam ni Vaat : શું તમે તમારા આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કર્યું ? જો ના કર્યું હોય તો આ છે સરળ રીત