Kam ni Vaat : શું તમે તમારા આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કર્યું ? જો ના કર્યું હોય તો આ છે સરળ રીત
Kam ni Vaat: શું તમે તમારા આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કર્યું લિંક ? જો બાકી હોય તો જાણી લો કે તમે ત્રણ અલગ અલગ રીતથી આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરી શકો છો.
Kam ni Vaat: શું તમે તમારા આધારકાર્ડને ( aadhar card) ચૂંટણી કાર્ડ (Election card) સાથે કર્યું લિંક ? જો બાકી હોય તો જાણી લો કે તમે ત્રણ અલગ અલગ રીતથી આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક (Link) કરી શકો છો. આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ,, આ બંને દસ્તાવેજ એવા છે જે દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કે પછી બીજા ઘણા કામ માટે આ બંને દસ્તાવેજની (Document) જરૂર પડતી હોય છે. ત્યારે આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. જો આપે હજુ સુધી આ બન્ને કાર્ડ લિંક ના કર્યા હોય તો આજનો આ એપિસોડ છે તમારા માટે.
આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે આ રીતે કરો લિંક
– સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ voterportal.eci.gov.inની મુલાકાત લો.
– જેમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, વોટર આઈડીનો ઉપયોગ કરી લોગ ઈન કરો.
– હવે વિગતો ભરી સ્ક્રીન પર દેખાતા ફીડ આધાર નંબર પર ક્લિક કરો.
– જરૂરી વિગત ભર્યા બાદ Submit બટન પર ક્લિક કરો.
આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે SMS દ્વારા આ રીતે કરો લિંક
– મેસેજ ટાઈપ કરો, <મતદાર આઈડી નંબર> <આધાર નંબર>
– મેસેજ ટાઈપ કર્યા બાદ આ મેસેજ 166 અથવા 51969 પર SMS મોકલો.
– આ સિવાય તમે લિંક કરવા માટે બૂથ લેવલ ઓફીસરનો સંપર્ક પણ કરી શકો છો.
આ પણ વાંચો : Android ફોન ખોવાઈ અથવા ચોરી થવા પર આ રીતે ડિલીટ કરો તેમાંથી GPay એકાઉન્ટ
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
