Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્માન ભારત કાર્ડ તમારા નામે અન્ય કોઈને આપવામાં આવ્યું છે! તરત જ આ નંબર પર ફરિયાદ કરો

આયુષ્માન ભારત કાર્ડ યોજનામાં નામ સામેલ થયા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી, લાભાર્થી યોજના સાથે જોડાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ સુધીનો તબીબી લાભ લઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તમારા નામે બનાવેલું આયુષ્માન કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ મેળવી શકે છે.

આયુષ્માન ભારત કાર્ડ તમારા નામે અન્ય કોઈને આપવામાં આવ્યું છે! તરત જ આ નંબર પર ફરિયાદ કરો
Aayushman Bharat Yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:57 PM

ભારત સરકારે આયુષ્માન ભારત યોજના(Ayushman Bharat Yojana) શરૂ કરી છે. આ યોજના મફત સારવાર(Free treatment)ની સુવિધા પૂરી પાડે છે. આ અંતર્ગત યોજનાનો લાભ લેનારા લોકોને એક કાર્ડ મળે છે જેને આયુષ્માન ભારત કાર્ડ કહેવામાં આવે છે. આ કાર્ડની મદદથી તમે આયુષ્માન યોજના સાથે સંકળાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલો(Government and private hospitals)માં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. જો કે આ કાર્ડ અન્ય કોઇ વ્યક્તિને મળી શકે છે. જેને લઇને સાવચેતી રાખવાની જરુર છે

આયુષ્માન ભારત કાર્ડ એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ આ યોજનાના લાભાર્થી છે. આ કાર્ડ ઓનલાઈન તેમજ ઓફલાઈન બનાવી શકાય છે. દેશની કોઈપણ વ્યક્તિ જન આરોગ્ય યોજના હેઠળ અરજી કર્યા બાદ બનાવેલું આયુષ્માન ભારત કાર્ડ મેળવી શકે છે. કાર્ડ બનાવ્યા પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. આ પ્રિન્ટેડ પેપર બતાવીને હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે.

આયુષ્માન ભારત યોજના ગરીબ લોકોને મદદ કરવા અને 5 લાખ સુધીની મફત સારવાર માટે શરૂ કરવામાં આવી છે. તે એક વીમા કવરેજ યોજના છે જેમાં લાભાર્થીને સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી તે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સારવાર માટે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવે છે. યોજનામાં નામ સામેલ થયા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે.

આ કાર્ડની મદદથી, લાભાર્થી યોજના સાથે જોડાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ સુધીની તબીબી લાભ લઈ શકે છે. જો કે એવી પણ શક્યતા છે કે તમારા નામે બનાવેલું આયુષ્માન કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ મેળવી શકે છે. આ પ્રકારની છેતરપિંડી ઘણીવાર અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. આયુષ્માન ભારત યોજનામાં પણ આનો અવકાશ છે.

ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?
Mangoes For Mughal : મુઘલો માટે કેરી ક્યાંથી આવતી?
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની પત્નીએ જાહેર કર્યું એક ઈનામ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં નોકરી કેવી રીતે મળે?

આ નંબર પર ફરિયાદ કરો

જો તમને લાગતું હોય કે કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે આયુષ્માન કાર્ડ બનાવ્યું છે અને તે તબીબી લાભ લઈ રહ્યું છે, તો તમારે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. સરકારે આ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર 180018004444 પર ફરિયાદ નોંધાવી શકાય છે. ધ્યાનમાં રાખો કે ફરિયાદ નોંધાવવા માટે, તમારી પાસે પ્રમાણિત દસ્તાવેજ જેમ કે વડાપ્રધાનનો પત્ર અથવા યોજનાનું લેમિનેટેડ કાર્ડ હોવું આવશ્યક છે.

જો લાભાર્થી ઈચ્છે તો તે યોજનાને લગતા દસ્તાવેજો સાથે જિલ્લાના મુખ્ય તબીબી અધિકારીની કચેરીમાં જઈ શકે છે. ઓફિસમાં લાભાર્થીએ તેની ફરિયાદ જિલ્લા અમલીકરણ એકમમાં નોંધાવવાની રહેશે. ફરિયાદ નોંધાયા બાદ દસ્તાવેજોના આધારે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. નિર્ણયનો ઓર્ડર સંબંધિત સરકારને મોકલવામાં આવે છે જ્યાંથી લાભાર્થીને નવા કાર્ડ બનાવવાની પરવાનગી મળે છે.

આયુષ્માન ભારત કાર્ડ આ રીતે ડાઉનલોડ કરવું

સૌ પ્રથમ તમારે આયુષ્માન ભારત યોજનાની વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર જવું પડશે. અહીં હોમ પેજ ખુલશે

લોગિન પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે. તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરીને સાઇન ઇન કરો

એક નવું પેજ ખુલશે જેમાં આધાર નંબર દાખલ કરો અને આગળ વધો. આગળના પેજ પર અંગૂઠાની છાપ ચકાસવાની રહેશે

આગળના પેજ પર, તમને મંજૂર લાભાર્થીનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી માન્ય ગોલ્ડન કાર્ડનું લિસ્ટ દેખાશે

આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમને જન સેવા કેન્દ્રની સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે

અહીં તમે CSC વોલેટ જોશો જેમાં તમારો પાસવર્ડ દાખલ કરો. તમારે પિન પણ દાખલ કરવો પડશે. તે પછી તમે ફરીથી હોમ પેજ પર આવશો

હવે ઉમેદવારના નામ પર ડાઉનલોડ કાર્ડનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાથી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થશે. તેની પ્રિન્ટ આઉટ લો

આ પણ વાંચો : Surat : કોરોનાનો ભય ફરી વાલીઓમાં પેંઠો, શહેરમાં કેસ વધવાથી બાળકોને શાળામાં મોકલવાથી ડરી રહ્યા છે વાલી

આ પણ વાંચો : Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">