હોતું હશે કાંઈ… મહિલાએ બિસ્કિટના બનાવ્યા ભજીયા, આ પ્રયોગ જોઈને લોકો થયા ગુસ્સે
તમે વિવિધ પ્રકારના ભજીયા તો ખાધા જ હશે. શું તમે ક્યારેય બિસ્કીટના ભજીયા ખાધા છે? આજકાલ ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ બિસ્કિટના ભજીયા બનાવ્યા છે એટલે લોકોમાં વધારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. તમે ભજીયાના શોખીન છો તો તમને પણ આ વીડિયો જોઈને ગુસ્સો આવી શકે છે.

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, જેઓ ખાવાના શોખ ધરાવે છે અથવા તો માની લો કે ખાવા માટે જ જીવે છે. જે કંઈ પણ કરી શકે છે અને ગમે ત્યાં જઈને પોતાની મનપસંદ ચીજો ખાઈ શકે છે. આજકાલ ફૂડ સાથે પણ વિવિધ પ્રકારના પ્રયોગો પણ થવા લાગ્યા છે. કેટલાક લોકો પાણીપુરીમાંથી શેક બનાવે છે, તો કેટલાક ઈંડા પોપકોર્નની રેસિપીથી લોકોને આશ્ચર્યચકિત કરે છે.
આવા તો અનેક પ્રયોગો છે, જેને જોઈને જ લોકો લાલઘુમ થઈ જાય છે. આ અજીબોગરીબ ફૂડ એક્સપેરિમેન્ટ્સ સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. હાલમાં આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેને જોઈને લોકો રાતાચોળ થઈ ગયા છે.
બિસ્કિટની વચ્ચે બટેટાનો મેશ કરેલો મસાલો ભર્યો
હકિકતમાં આ વીડિયોમાં એક મહિલા બટેટાના ભજીયા કરતી જોવા મળી રહી છે, પણ તેણે બટેટાના ભજીયા સાથે એક વિચિત્ર પ્રયોગ કર્યો છે. તે બિસ્કીટ સાથે બટેટાના ભજીયા બનાવે છે. અહીં આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાએ પહેલા બટેટાને બાફીને છુંદો કર્યો અને પછી તેને એક તપેલીમાં સારી રીતે તળીને સરસ મસાલો બનાવ્યો છે. પછી તેણે બિસ્કિટના પેકેટ તોડીને આ બેટરમાં નાખે છે.
દરેક બિસ્કિટની વચ્ચે બટેટાનો મેશ કરેલો મસાલો ભર્યો, તેને ચણાના લોટમાં બોળીને ભજીયા પાડવા લાગી. આ બિસ્કીટ ભજીયા, બટેટાના ભજીયા જેવા જ જોવા મળે છે, પરંતુ તેનો સ્વાદ કેવો છે તે તો ફક્ત આ ખાનારા લોકો જ કહી શકે છે, પરંતુ આ વિચિત્ર ભજીયાનો વીડિયો ઈન્ટનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વીડિયો…….
Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP
— ™ (@Shayarcasm) November 3, 2023
(Credit Source : @Shayarcasm)
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Shayarcasm નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર 58 સેકન્ડનો છે અને તેને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે.
એક યુઝરે લખ્યું છે કે, ‘આ ભજીયા કોણ ખાશે’, જ્યારે કોઈ કહી રહ્યું છે કે ‘મહિલાએ આ ભજીયા માત્ર દેખાડો કરવા માટે બનાવ્યા છે, મને લાગે છે કે કોઈ ખાશે નહીં’. તે જ સમયે એક યુઝરે લખ્યું છે કે, ‘આ મહિલાને મોતની સજા મળવી જોઈએ’, જ્યારે બીજાએ લખ્યું છે કે, ‘આ ફુડ એક્સપરિમેન્ટ મગજની બહાર છે’.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
