AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG!! મહેમાને લગ્નમાં વધુ કેક ખાઇ લીધી તો કપલે માંગી લીધા પૈસા, જમવાનું બીલ બનાવીને ઘરે પણ મોકલ્યુ

પોતાની આપવીતી કહેતા, અતિથિએ કહ્યુ,આ દંપતી માત્ર તેમની પાસેથી જ નહીં, પણ દરેક મહેમાન પાસેથી કેક મની વસૂલે છે. આ વ્યક્તિનું કહેવું છે કે તેણે જેટલી રકમ આપી હતી તે મુજબ તેને તે કદની કેક ખાવા મળી.

OMG!! મહેમાને લગ્નમાં વધુ કેક ખાઇ લીધી તો કપલે માંગી લીધા પૈસા, જમવાનું બીલ બનાવીને ઘરે પણ મોકલ્યુ
Weird Couple charge guest for eating extra slice of wedding cake
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:14 AM
Share

લંડનમાં એક લગ્ન પ્રસંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. દંપતીએ લગ્નમાં વધારાનું ભોજન ખાવાના બદલામાં મહેમાન પાસેથી પૈસાની માંગણી કરી છે. એટલું જ નહીં, દંપતીએ આ વ્યક્તિને તેના ઘરે ભોજન માટેનું બિલ પણ મોકલ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ યુઝર્સમાં આ કંજૂસ કપલ વિશે ચર્ચા ચાલી રહી છે.

એક વેબસાઇટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ વિચિત્ર કિસ્સો લંડનનો છે. જે વ્યક્તિ પાસેથી દંપતીએ પૈસાની માંગણી કરી છે, તેણે સમગ્ર ઘટના સોશિયલ ડિસ્કશન ફોરમ Reddit પર શેર કરી છે. આ વિચિત્ર લગ્નમાં મહેમાન બનનાર વ્યક્તિએ કહ્યું કે તેની પાસેથી ભોજનની કિંમત લેવામાં આવી રહી છે. આ વ્યક્તિનું કહેવું છે કે દંપતીએ પહેલા તેને વધારાનું ખાવાનું બિલ મોકલ્યું હતું. પછી મેસેજ કરીને તેની પાસેથી પૈસાની માંગણી કરી. વ્યક્તિની Reddit પોસ્ટ મુજબ, દંપતીએ તેને 370 રૂપિયા બાકી ચૂકવવા કહ્યું છે.

રિપોર્ટ અનુસાર, દંપતીએ તેમના લગ્નમાં આવેલા મહેમાનોને તેમના માટે કેકની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. આ પછી, લગ્નમાં આવેલા મહેમાનોએ પૈસા ભેગા કરીને કેક ખરીદી. પરંતુ લગ્નમાં સામેલ એક મહેમાને તેણે આપેલા પૈસા કરતાં વધારે કેક ખાધી.

રસપ્રદ વાત એ છે કે, દંપતીએ સીસીટીવી ફૂટેજ દ્વારા સૌથી વધુ કેક ખાનાર મહેમાનને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તે વ્યક્તિને શોધ્યા પછી, દંપતીએ તેની પાસે વધારાની કેક ખાવા માટે પૈસા માંગ્યા. તેના ઘરે ભોજનનું બિલ પણ મોકલ્યું.

Reddit પર પોતાની આપવીતી કહેતા, અતિથિએ કહ્યુ, “આ દંપતી માત્ર તેમની પાસેથી જ નહીં, પણ દરેક મહેમાન પાસેથી કેક મની વસૂલે છે. આ વ્યક્તિનું કહેવું છે કે તેણે જેટલી રકમ આપી હતી તે મુજબ તેને તે કદની કેક ખાવા મળી. પણ તેને આ વાતની જાણ નહોતી અને તેણે કેકના વધુ બે ટુકડા ખાધા. પરંતુ દંપતીએ તેને વધારાના બિલ તરીકે તેના ઘરે મોકલ્યું.

આ પણ વાંચો –

Bhabanipur By-Poll Result: શું મમતા મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે ? ભવાનીપુર સહિત પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો પર આજે મત ગણતરી

આ પણ વાંચો –

શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અપનાવો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે

આ પણ વાંચો –

પગાર આવવાની ખુશી ! છોકરીએ ATM મશીન સામે કર્યો ડાન્સ અને પછી હાથ જોડીને નીકળી ગઇ, જુઓ Viral Video

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">