પગાર આવવાની ખુશી ! છોકરીએ ATM મશીન સામે કર્યો ડાન્સ અને પછી હાથ જોડીને નીકળી ગઇ, જુઓ Viral Video

સોશિયલ મીડિયા પર જે વીડિયો જોવા મળી રહ્યો છે તેમાં એક છોકરી એટીએમ મશીનની સામે ઉભી છે અને તે પૈસા બહાર આવવાની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી તે પૈસાની રાહ જુએ છે ત્યાં સુધી છોકરી કેટલાક ડાન્સ સ્ટેપ્સ કરતી રહે છે.

પગાર આવવાની ખુશી ! છોકરીએ ATM મશીન સામે કર્યો ડાન્સ અને પછી હાથ જોડીને નીકળી ગઇ, જુઓ Viral Video
Vital Video of a Girl dancing in front of ATM Machine
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 03, 2021 | 7:20 AM

દુનિયાભરના લોકો પોતાની ખુશી જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. જ્યારે તેઓ ખુશ હોય ત્યારે તેઓ શું ને શું કરી દે છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળે છે. હવે જે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તે ખૂબ જ રમુજી છે. તમે બધા પગાર આવવાની રાહ જોઈ રહ્યા હોવ છો. દરેક લોકો તેમની મહેનતની કમાણીની રાહ જુએ છે અને જ્યારે તે આવે છે ત્યારે તેમની ખુશીનો પાર નથી રહેતો. હવે જે વીડિયો વાયરલ થયો છે તે આજ વાતનું ઉદાહરણ છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો જોવા મળી રહ્યો છે તેમાં એક છોકરી એટીએમ મશીનની (ATM Machine) સામે ઉભી છે અને તે પૈસા બહાર આવવાની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી તે પૈસાની રાહ જુએ છે ત્યાં સુધી છોકરી કેટલાક ડાન્સ સ્ટેપ્સ કરતી રહે છે. તેણીની આ હરકતો જોઈને, તે સ્પષ્ટ દેખાય છે કે તે તેની મહેનતની કમાણીની આતુરતાથી રાહ જોઈ રહી છે.

તમે વીડિયોમાં કેપ્શન પણ વાંચી શકો છો, જેમાં લખ્યું છે, ‘ખુશી દેખ રહે હો સેલેરી કી’, અંતે, જ્યારે તે છોકરી એટીએમ મશીનમાંથી પૈસા કાઢે છે, ત્યારે તે છોકરી તેના પૈસા અને એટીએમ કાર્ડ લે છે અને પછી એટીએમ મશીન સામે હાથ જોડીને દૂર જાય છે. દરેક વ્યક્તિ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યો છે. આ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળ્યો છે, સાથે જ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.

વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આજે પાર્ટી હશે’ અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ! પગારથી કોણ ખુશ નથી થતું’ ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, ‘દીદીને ખાતરી નથી મશીનમાંથી પૈસા આવે ત્યારે પણ તે ગણતરી કરી રહી છે’ જ્યારે ચોથાએ લખ્યું, ‘લાગે છે કે તે તેના બોયફ્રેન્ડનું કાર્ડ લઈને આવી છે.’ આ સિવાય અન્ય એક યુઝરે માત્ર રમુજી પ્રશ્નો પૂછ્યા, યુઝરે લખ્યું – આ એટીએમ મશીનના વીડિયો કોણ વાયરલ કરે છે ?

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓક્ટોબર: કેટલીક સમસ્યાઓને આત્મવિશ્વાસ સાથે ઉકેલી શકશો, દિવસ સારો રહે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 03 ઓક્ટોબર: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે, સંતાનો તરફથી સંતોષકારક પરિસ્થિતિને કારણે રાહત અનુભવશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓક્ટોબર: જીવન સાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબૂત બનાવશે, રાજકીય વ્યક્તિનો મળશે લાભ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati