Viral: મહિલાએ લગ્નમાં એવો ડાન્સ કર્યો કે લોકો ચોકી ગયા, યુઝર્સે કહ્યું ‘જબરદસ્તી કરાવો એટલે આવો જ ડાન્સ થાય’
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલ છે. જેમાં એક મહિલાએ પોતાના ડાન્સથી આસપાસના લોકોને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના ડાન્સથી પાર્ટીમાં ઉત્સાહ ભરી દીધો. જેને જોયા બાદ તમે પણ મહિલાના જોરદાર વખાણ કરશો.
લગ્નના વાયરલ વીડિયો (Wedding viral Video)ની આ સિઝનમાં તમને આવા ઘણા ફની વીડિયો (Funny Dance Video) જોવા મળશે જે તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય. ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવે છે. તેમાંના કેટલાક એટલા ફની હોય છે કે નેટીઝન્સ તેને જોઈને હસવું રોકી શકતા નથી. ત્યારે હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલ છે. જેમાં એક મહિલાએ પોતાના ડાન્સથી આસપાસના લોકોને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના ડાન્સથી પાર્ટીમાં ઉત્સાહ ભરી દીધો. જેને જોયા બાદ તમે પણ મહિલાના જોરદાર વખાણ કરશો.
લગ્ન અને પાર્ટીઓમાં લોકો મજેદાર ડાન્સ કરે છે. આ ઉત્સવના વાતાવરણમાં, નોન ડાન્સર લોકોના પગ પણ જોરદાર સંગીત સાંભળ્યા પછી આપમેળે નાચવા લાગે છે. તેનું કારણ એ છે કે ત્યાં જોરદાર મ્યુઝિક વાગી રહ્યું હોય છે અને ત્યાં હાજર લોકો બીટ સાંભળીને આપોઆપ જૂમવા લાગે છે, પરંતુ તેમાં કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાના ડાન્સથી ડાન્સ ફ્લોર પર આગ લગાવી દે છે. હવે જુઓ આ મહિલાનો વાયરલ થઈ રહેલ વીડિયો જેમાં મહિલા ડાન્સ ફ્લોર પર એવો જાદુ બતાવે છે કે ત્યાં હાજર તમામ લોકો પોતાને તાળીઓ પાડવાથી રોકી શકતા નથી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગે ડીજે પર સુખબીરનું પ્રખ્યાત ગીત ‘તારે ગિન-ગિન’ વાગી રહ્યું છે. ડાન્સ ફ્લોર પર હાજર લોકો પોતપોતાના ડાન્સમાં મગ્ન છે. આવી સ્થિતિમાં, ત્યાં હાજર એક મહિલાને ડાન્સ ફ્લોર વચ્ચે બોલાવવામાં આવે છે, પહેલા તો મહિલા આ માટે તૈયાર નહોતી, પરંતુ ગીતની ધૂન સાંભળીને મહિલાએ આ રીતે ડાન્સ કર્યો. ત્યાં હાજર લોકો જોઈને દંગ રહી ગયા.
આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયો honeysing.2013 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. મહિલાના આ પ્રદર્શને લોકોના દિલ જીતી લીધા. જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે વીડિયોને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: દુનિયાની પહેલી ટ્રેન, જે ડીઝલ પેટ્રોલ કે વીજળીથી નહીં પૃથ્વીની શક્તિથી ચાલશે, જાણો ખાસિયત
આ પણ વાંચો: Viral: કેચ પકડવાના ચક્કરમાં છત પરથી નીચે પડ્યો શખ્સ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો