વાયરલ વીડિયો : ‘પુષ્પા સ્ટાઈલ’માં ચંદનના લાકડાની જેમ પાણીમાં તરબૂચની થઈ હેરાફેરી, લોકો એ કહ્યુ- જોરદાર મગજ ચલાવ્યુ છે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Oct 09, 2022 | 6:18 PM

સોશિયલ મીડિયા પર પણ દેશી જુગાડના અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે તમને પુષ્પા ફિલ્મની યાદ અપાવશે.

વાયરલ વીડિયો : 'પુષ્પા સ્ટાઈલ'માં ચંદનના લાકડાની જેમ પાણીમાં તરબૂચની થઈ હેરાફેરી, લોકો એ કહ્યુ- જોરદાર મગજ ચલાવ્યુ છે
Viral Video
Image Credit source: File photo

Watermelons in Water in Pushpa Style: આ દુનિયામાં જેટલી પણ શોધ થઈ છે તે માણસના મગજમાં આવેલા અદ્દભુત વિચારને કારણે થયુ છે. ફિલ્મોમાં પણ તમે આવા અનોખી સ્ટાઈલ અને અલગ શોધ વિશે જોયુ હશે. સોશિયલ મીડિયા પર પણ દેશી જુગાડના અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે તમને પુષ્પા ફિલ્મની યાદ અપાવશે.

સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ફિલ્મા પુષ્પામાં જ્યારે પોલીસની રેડ પડે છે તે સમયે ચંદનના લાકડાને બચાવવા માટે તેને નદીના વહેતા પાણીમાં નાંખી લક્ષ્ય પર એકઠા કરવામાં છે. ફિલ્મનો આ સીન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. લોકોને આ સીન ખુબ પસંદ પણ આવ્યો હતો.

હાલમાં આ જ સીનની યાદ આપવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા કિનારે સાફ પાણીમાં મોટી સંખ્યામાં તરબૂચ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ખેતરમાંથી પાણીની મદદથી આ તરબૂચને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. તે પાણીમાં વહીને છેલ્લે પ્લાન્ટ સુધી પહોંચે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Pazanda TV (@pazandatv)

આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @pazandatv નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે , આ તો પુષ્પાની સ્ટાઈલ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કેટલા તેજસ્વી લોકો છે આ ધરતી પર. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati