Viral Video : ભારતીય ક્રિકેટ ટીમનું રાયપુરમાં થયું ભવ્ય સ્વાગત, પારંપરિક રીત કરવામાં આવ્યું ખેલાડીઓનું સ્વાગત

હૈદરાબાદમાં રમાયેલી આ મેચ બાદ ભારતીય ટીમ બીજી વનડે માટે છત્તીસગઢના રાયપુર પહોંચી છે. રાયપુરની હોટલમાં પહોંચતા જ ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટરોનું હોટલ સ્ટાફ દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Viral Video : ભારતીય ક્રિકેટ ટીમનું રાયપુરમાં થયું ભવ્ય સ્વાગત, પારંપરિક રીત કરવામાં આવ્યું ખેલાડીઓનું સ્વાગત
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:41 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરુઆત થઈ હતી. પ્રથમ વનડે માં ભારતીય ટીમે 12 રનથી રોમાંચક જીત મેળવી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચ બાદ ભારતીય ટીમ બીજી વનડે માટે છત્તીસગઢના રાયપુર પહોંચી છે. રાયપુરની હોટલમાં પહોંચતા જ ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટરોનું હોટલ સ્ટાફ દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.રાયપુરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ભારતીય ટીમનું સ્વાગત કરવા આવ્યા હતા. આ ભવ્ય સ્વાગતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

21 જાન્યુઆરીના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાશે. જેના માટે ભારતીય ટીમ રાયપુર પહોંચી છે. રાયપુરની હોટલમાં પારંપરિક નૃત્ય અને ખેલાડીઓને ખેસ પહેરવાની સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તાઓ પર મોટી સંખ્યામાં ફેન્સને જોઈ ભારતીય ટીમના ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

રાયપુરમાં ભારતીય ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત

વીડિયોમાં જોઈ શકાય છે કે હોટલ બહાર મોટી સંખ્યમાં ફેન્સ અલગ અલગ ગીફટ લઈને ખેલાડીઓની રાહ જોઈ રહ્યાં છે. હોટલની અંદર કલાકારો છત્તીસગઢનું પારંપરિક નૃત્ય કરી રહી રહ્યાં છે. તેઓ પારંપરિક વેશમાં જોવા મળી રહ્યાં છે. ભારતીય ટીમની બસ રાયપુરની હોટલ પર પહોંચી હતી.

કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યાકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું હોટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે બીજી વનડે માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

પ્રથમ મેચમાં શું થયું હતું ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હાઈ સ્કોરીંગ મેચમાં બંને ટીમોએ વિશાળ સ્કોર ખડક્યા હતા. જોકે ભારતે અંતિમ ઓવરમાં કિવી ટીમને 337 રનના સ્કોર પર સમેટી લઈને 12 રનથી જીત મેળવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો.જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમની શરુઆત ઠીક ઠાક રહી હતી. ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલે તોફાની સદી ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. શુભમન ગિલ બેવડી સદી ફટકારીને મેચનો હીરો બન્યો હતો.

આ પણ વાંચો : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કરી માગ, જાતીય સતામણી કેસમાં તપાસ બાદ યોગ્ય પગલા લો

 

g clip-path="url(#clip0_868_265)">