Viral Video : બેવડી સદી બાદ આ રીતે થઈ જીતની ઉજવણી, રોહિત-ઈશાન અને ગિલનો રમૂજી વીડિયો થયો વાયરલ
ભારતીય ટીમે 50 ઓવરમાં ધમાકેદાર બેંટિગ કરીને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન 23 વર્ષીય યુવા ક્રિકેટર શુભમન ગિલે તેના કરિયરની પ્રથમ વનડેની બેવડી સદી ફટકારી હતી. તે વનડેમાં બેવડી ફટકારનાર 5મો ભારતીય ખેલાડી બન્યો છે.
18 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ શરુ થઈ હતી. ગઈકાલે હૈદરાબાદમાં બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં ધમાકેદાર બેંટિગ કરીને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન 23 વર્ષીય યુવા ક્રિકેટર શુભમન ગિલે તેના કરિયરની પ્રથમ વનડેની બેવડી સદી ફટકારી હતી. તે વનડેમાં બેવડી ફટકારનાર 5મો ભારતીય ખેલાડી બન્યો છે.
તેણે સચિન તેંડુલકર કરતા ઓછા બોલમાં આ બેવડી સદી પૂરી કરી હતી. શુભમન ગિલે 145 બોલમાં જ્યારે સચિને 147 બોલમાં બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે કોહલી, બાબર અને શિખર ધવન કરતા ઝડપથી 1000 રન પણ પૂરા કર્યા હતા. જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બેવડી સદી ફટકારનાર ત્રણ ભારતીયોએ કરી મસ્તી
1⃣ Frame 3️⃣ ODI Double centurions
Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 – By @ameyatilak
Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax
— BCCI (@BCCI) January 19, 2023
મેચમાં 12થી રોમાંચક જીત મેળવ્યા બાદ રોહિત શર્મા, ઈશાન કિશન અને શુભમન ગિલ વચ્ચે રમૂજી ક્ષણો પણ જોવા મળી હતી. આ ત્રણેય ભારતીય ક્રિકેટરો બેવડી સદી ફટકારી ચૂક્યા છે. ઈશાન કિશન અને રોહિત શર્માએ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની કબલમાં પ્રવેશ કરવા બદલ શુભમન ગિલનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન શુભમન ગિલને મેચ પહેલા ઈશાન કિશન કઈ રીતે હેરાન કરે છે તે પણ જાણવા મળ્યું. વીડિયો અંતે રોહિત શર્મા અને ઈશાન કિશન વચ્ચે મજાક-મસ્તી પણ જોવા મળી રહી છે.
બેવડી સદી બાદ ડ્રેસિંગ રુમમાં આ રીતે થઈ ઉજવણી
Double Century ✅ Double the celebration 👌#TeamIndia members describe @shubmangill‘s incredible Double Ton in Hyderabad in their own style 😎#INDvNZ pic.twitter.com/UTf7oOJds4
— BCCI (@BCCI) January 19, 2023
યુવા ક્રિકેટર શુભમન ગિલની બેવડી સદીને કારણે ભારતીય ટીમ આ પ્રથમ વનડે જીતી શકી હતી. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ મેદાન પર એટલી સારી ઊજવણી થઈ ન હતી. પણ ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં જીતની સારી એવી ઊજવણી કરવામાં આવી હતી. ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં શુભમન ગિલના હાથે કેક કટિંગ કરીને ઊજવણી થઈ હતી. ભારતીય ટીમના અનેક ખેલાડીઓ આ ઊજવણી દરમિયાન શુભમન ગિલની પ્રસંશા કરતા પણ જોવા મળી હતા.