માથા પર માથું રાખીને અનોખી રીતે સીડી ચઢ્યા બે લોકો, વાયરલ વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
Viral Video : કેટલાક લોકો તો જીવના જોખમે સ્ટંટ કરવામાં પણ માહેર હોય છે. સ્ટંટ કરવો પણ એક કળા છે. હાલમાં સોશિયલ મીડિયા પર બે યુવાનોનો એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવા વાયરલ વીડિયો જોવા મળે છે, જેને જોઈ લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે આ ખરેખર શક્ય છે? આ દુનિયામાં અનેક ટેલેન્ટ લોકો રહે છે. જેઓ એકથી એક ચઢીયાતા ટેલેન્ટ ધરાવે છે. કેટલાક લોકો તો જીવના જોખમે સ્ટંટ કરવામાં પણ માહેર હોય છે. સ્ટંટ કરવો પણ એક કળા છે. હાલમાં સોશિયલ મીડિયા પર બે યુવાનોનો એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં તમે 2 યુવાનોને જોઈ શકો છે. આ બન્ને યુવાનો એક અનોખો સ્ટંટ કરવા જઈ રહ્યા છે. એક યુવાન બીજા યુવાનને પોતાના માથા પર ઊઠાવી લે છે. માથા ઉપર માથુ મુકીને આ બન્ને યુવાનો સીડી ચઢવા લાગે છે. આ કામ ખુબ ખતરનાક છે, નિયંત્રણ બગડતા જ બન્ને ઘાયલ પણ થઈ શક્યા હોત પણ તેઓ નિયંત્રણ બનાવી રાખીને આખી સીડી ચઢી લે છે. તેમનું આ ટેલેન્ટ જોઈ ત્યા હાજર લોકો દંગ રહી જાય છે. તેઓ આ બન્ને યુવાનોની પ્રશંસા કરવા લાગે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈ દંગ રહી ગયા હતા, તેઓ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત ટેલેન્ટ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, કેટલા બધા તેજસ્વી લોકો છે આ દુનિયામાં. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ખુબ હિંમત જોઈએ આ કામ કરવામાં. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ બન્ને યુવકોની પ્રસંશા કરતા દેખાયા.