Shocking Viral Video: રસ્તા પર પલટી જતા આગના ગોળામાં ફેરવાઈ ગઈ ટ્ર્ક, જીવ બચાવીને ભાગ્યા લોકો
Accident Viral video : સોશિયલ મીડિયા પર ભયાનક અકસ્માતના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો.

સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો ખુબ ખતરનાક અને ચોંકાવનારા હોય છે. સોશિયલ મીડિયા પર ભયાનક અકસ્માતના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પહાડી વિસ્તારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પહાડી વિસ્તારના રસ્તા પરથી ઘણા બધા વહાનો પસાર થતા જોવા મળી રહ્યાં છે. અચાનક એક વળાંક પર એક ટ્રક ચાલક ટ્રક પરથી નિયંત્રણ ગુમાવી દે છે. આ ટ્રક રસ્તા પર પલટી જાય છે.
એક ગાડી આ ટ્રકની નીચે આવતા આવતા માંડ માંડ બચી જાય છે. ટ્રક ચાલકને બચાવવા માટે કાર ચાલક ટ્રક પાસે પહોંચે છે. પણ અચાનક ટ્રક આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ જોઈ સૌ કોઈ જીવ બચાવીને ભાગતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Run! 💀 pic.twitter.com/BhLSilcz6M
— Vicious Videos (@ViciousVideos) April 20, 2023
આ પણ વાંચો : Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તમારા વાહન જોઈને ચલાવો, તમારા ઘરે તમારો પરિવાર રાહ જોઈ રહ્યો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બધા સહી સલામત હોઈ તો સારુ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…