Viral Video: આ છે દુનિયાનો સૌથી અઘરો ડાન્સ ! માઇકલ જેક્સને પણ લીધી હતી આ નૃત્યમાંથી પ્રેરણા, શું તમે જાણો આ ડાન્સનું નામ ?

વિશ્વની વિશિષ્ટતા દર્શાવતા વીડિયો અવારનવાર @earthpix નામના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક અદભૂત ડાન્સ ફોર્મનો વીડિયો જોવા મળી રહ્યો છે.

Viral Video: આ છે દુનિયાનો સૌથી અઘરો ડાન્સ ! માઇકલ જેક્સને પણ લીધી હતી આ નૃત્યમાંથી પ્રેરણા, શું તમે જાણો આ ડાન્સનું નામ ?
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 5:18 PM

ડાન્સ એટલે નૃત્ય એ માનવ લાગણીઓને વ્યક્ત કરવાની કળા છે. લોકો ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે અને પોતાના દુ:ખ પણ શેર કરે છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ નૃત્ય સ્વરૂપો અસ્તિત્વમાં છે જે એકબીજાથી તદ્દન અલગ છે. ભલે આ સ્વરૂપો અન્ય લોકો માટે વિચિત્ર અથવા મુશ્કેલ લાગે છે, પરંતુ તે દરેક નૃત્યનું એક આગવું મહત્વ છે. જો કે, વિશ્વમાં એક એવું નૃત્ય છે જેને ‘દુનિયામાં સૌથી અશક્ય નૃત્ય’ તરીકે ગણવામાં આવે છે. જ્યારે તમે આ નૃત્ય જોશો, ત્યારે તમે પોતે જ સમજી શકશો કે તેને આવું કેમ કહેવામાં આવે છે.

વિશ્વની વિશિષ્ટતા દર્શાવતા વીડિયો અવારનવાર @earthpix નામના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક અદભૂત ડાન્સ ફોર્મનો વીડિયો જોવા મળી રહ્યો છે. આમાં એક વ્યક્તિ વિચિત્ર ડ્રેસ પહેરીને ડાન્સ કરતો જોવા મળે છે. ભારતના કથકલી નૃત્યમાં નૃત્ય કરનારા નર્તકો પણ અનોખા કપડાં પહેરે છે અને તેમના ચહેરા પર ખાસ મેક-અપ કરે છે. આ વીડિયોમાં ડાન્સરનો આખો આઉટફિટ એકદમ અલગ છે. ચહેરા પર માસ્ક પહેરવામાં આવે છે અને તેથી જ આ નૃત્યને ઝૌલી માસ્ક ડાન્સ(Zaouli mask dance) કહેવામાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અનોખો ડાન્સ કરતો દેખાયો માણસ

વિડીયોમાં આપેલા કેપ્શન મુજબ- “જાઓલી માસ્ક ડાન્સને અનૌપચારિક રીતે “વિશ્વમાં સૌથી અસંભવિત ડાન્સ” તરીકે ઓળખવામાં આવે છે. તે મધ્ય આઇવરી કોસ્ટના ગુરો લોકોનું પરંપરાગત નૃત્ય છે. લોકોનું માનવું છે કે આ ડાન્સ ફોર્મથી પ્રખ્યાત પોપ સિંગર માઈકલ જેક્સનને પણ પ્રેરણા મળી હતી અને તેને તેના ઘણા ડાન્સ મૂવ્સ મળ્યા હતા. આ નૃત્યને 2017 માં યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ નૃત્ય 1950 ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. તે ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે જેઓ વર્ષોથી તેની પ્રેક્ટિસ કરે છે.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયોમાં કલાકારે પોતાની જાતને અનોખી રીતે તૈયાર કરી છે અને આખા શરીરને બદલે તે અનોખી રીતે માત્ર પગને હલાવીને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોને 21 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે તે વ્યક્તિ તેના પગને એટલી ઝડપથી થીરકાવી રહ્યો હતો કે તે કેમેરા ઓપરેટર હોવો જોઈએ કારણ કે તેને કેમેરાને પકડવા માટે કોઈ સાધનની જરૂર નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">