Viral Video: આને કહેવાય પ્રેમની તાકાત! પેરાલાઈઝ્ડ હોવા છતાં ઘૂંટણ પર બેસીને ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ

પોતાની ગર્લફ્રેન્ડ ગ્રેસને પ્રપોઝ કરવાની વાત આવી તો તેણે એક્સોસ્કેલેટન સૂટની મદદથી ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ. જોકે આ સહેલુ ન હતુ પરંતુ સ્મિથ આમ કરીને ગ્રેસને ચોંકાવવામાં સફળ રહ્યા.

Viral Video: આને કહેવાય પ્રેમની તાકાત! પેરાલાઈઝ્ડ હોવા છતાં ઘૂંટણ પર બેસીને ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ
Despite being paralyzed, he proposed to his girlfriend while sitting on his knees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:35 PM

લોકો કહે છે કે પ્રેમમાં ખૂબ તાકાત હોય છે. આજ વાતને સાચી સાબિત કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ ભરોસો થઈ જશે કે પ્રેમ જેટલી તાકાત બીજી કોઈ વસ્તુમાં નથી હોતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એક વ્યક્તિના જીવનમાં બનેલા એક અકસ્માત બાદ તે Quadriplegicનો શિકાર બન્યો હતો. આ એક એવી સ્થિતી છે કે જેમાં માણસના પગ કામ કરવાનું બંધ કરી દે છે. સ્મિથ (Josh Smith) નામના આ વ્યક્તિના પગ કામ ન કરતા હોવા છતાં તેણે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ (Propose) કરવા માટેની પરંપરા નિભાવીને દુનિયાભરના લોકોનું દિલ જીત્યુ.

એક રિપોર્ટ પ્રમાણે આ વાત 2014ની છે, જ્યારે સ્મિથ વર્જીનીયા બીચ પર તેના મિત્રોને મળવા જઈ રહ્યો હતો. જ્યાં દુર્ભાગ્યવશ તેમનો અકસ્માત થયો અને તેની આખી જીંદગી બદલાઈ ગઈ. અકસ્માત બાદ તેમના શરીરનો નીચલો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો. આ અકસ્માત તે ડાઈવ કરી રહ્યો હતો, ત્યારે બન્યો હતો અને તેમની છાતીના ભાગને લકવો મારી ગયો હતો.

આ ઘટનાને યાદ કરતા તેમણે એક મીડિયા હાઉસને જણાવ્યુ હતુ કે હું ત્યાં નીચુ મોઢુ કરીને તરી રહ્યો હતો અને પછી અચાનકથી જ હું મારા શરીરનો કોઈ પણ ભાગ હલાવી નહતો શક્તો. તે સમયે મારી આંખો ખુલ્લી હતી. મને એ સમજવામાં સમય લાગ્યો કે હુ જરા પણ હલી નથી શક્તો. મને લાગ્યુ કે હુ હવે ડૂબવાનો છુ.

જ્યારે પોતાની ગર્લફ્રેન્ડ ગ્રેસને પ્રપોઝ કરવાની વાત આવી તો તેણે એક્સોસ્કેલેટન સૂટની મદદથી ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ. જોકે આ સહેલુ ન હતુ, પરંતુ સ્મિથ આમ કરીને ગ્રેસને ચોંકાવવામાં સફળ રહ્યા. ગ્રેસની સાથે ત્યાં ઉપસ્થિત દરેક લોકો પણ ચોંકી ગયા હતા. સ્મિથની ગર્લફ્રેન્ડ ગ્રેસે એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યુ કે હું બરફની જેમ જામી ગઈ હતી અને બસ સ્મિથની સામે જોઈ રહી હતી. મને લાગ્યુ કે હુ હલી પણ નહીં શકું. આ ખુબ જ ભવ્ય હતુ.

આ પણ વાંચો અમેરિકા પર નવો રોગ ફેલાવાનો ખતરો, ‘સુપરબગ ફંગસ’થી અનેક લોકો થયા સંક્રમિત, દવાઓ પણ નથી કરતી અસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">