આ બાળકો પાસે છે રામાયણ-મહાભારતનું ગજબનું જ્ઞાન, લોકોએ ક્હ્યુ- આમની જ સ્કૂલમાં કરાવો બાળકોનું એડમિશન

Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર બાળકોનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આપણા બાળકો પણ આવા જ હોવા જોઈએ.

આ બાળકો પાસે છે રામાયણ-મહાભારતનું ગજબનું જ્ઞાન, લોકોએ ક્હ્યુ- આમની જ સ્કૂલમાં કરાવો બાળકોનું એડમિશન
Viral VideoImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 7:14 PM

ભારત (India) દેશ 130 કરોડથી વધારે જનસંખ્યા ધરાવાતો દેશ છે. અહીંના લોકોમાં ટેલેન્ટની જરા પણ અછત નથી. દરેકમાં કોઈને કોઈ ટેલેન્ટ હોય જ છે. કેટલાક ટેલેન્ટ દુનિયાને દેખાય છે અને કેટલાક ટેલેન્ટ કોઈ કારણસર છુપાઈ જાય છે. સોશિયલ મીડિયા આ તમામ ટેલેન્ટેડ લોકો માટે મહત્વનું પ્લેટફોમ પૂરુ પાડે છે. જ્યા તેઓ પોતાનું ટેલેન્ટ આખી દુનિયાને બતાવી શકે છે. આ અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. હાલમાં 2 નાના બાળકોનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આપણા બાળકો પણ આવા જ હોવા જોઈએ.

રામાયરણ અને મહાભારત, હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો છે. તેમાં શકિત, ભક્તિ, શૌર્ય , પરાક્રમ અને લાગણીઓથી ભરપૂર પૌરાણિક કથાઓ છે. આજે પણ ભારતમાં મોરારિબાપૂ જેવા કથાકારો રામાયરણ મહાભારતની કથા લોકો સુધી પહોંચાડવા કથા કરતા હોય છે. આ પૌરાણિક કથાઓ જ્ઞાનથી ભરપૂર છે જેને આવનારી પેઢી સુધી પહોંચાડવુ એટલુ જ જરુરી છે. હાલમાં જે બાળકોનો વીડિયો વાયરલ થયો છે, તેમને રામાયરણ અને મહાભારતને ભરપૂર જ્ઞાન છે. તેમને રામાયરણ અને મહાભારતના જેટલા પણ સવાલો પૂછવામાં આવે છે તે તેનો તરત જવાબ આપી રહ્યા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેચફોર્મ ટ્વિટર પર Byomkesh નામમી આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, આ લોકો કઈ સ્કૂલના છે ભાઈ, આ જ જગ્યાએ બાળકોનું એડમિશન કરાવો. લોકો આ બાળકોના આ ગજબના જ્ઞાનની ખુબ પ્રશંસા કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તેમની આવનારી પેઢીને પણ આ બાળકો જેવુ જ્ઞાન હોય.

g clip-path="url(#clip0_868_265)">