Viral Video: ચિમ્પાન્જીના સ્વેગએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, લોકોએ કહ્યું- હરકતો જોઈને લાગે છે કે તેઓ ખરેખર આપણા પૂર્વજો હતા

ચિમ્પાન્ઝીએ સ્વેગમાં આકર્ષણ વધારવા માટે તેના કાનમાં સુંદર ગુલાબી ફૂલો પણ રાખ્યા છે. ચિમ્પાન્ઝી(Chimpanzee Viral Video)નો જોરદાર સ્વેગ અને માણસો જેવી આ સ્ટાઈલ સોશિયલ મીડિયાના લોકોને પસંદ આવી રહી છે. તો તમે પણ આ વીડિયો જુઓ અને માણો.

Viral Video: ચિમ્પાન્જીના સ્વેગએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, લોકોએ કહ્યું- હરકતો જોઈને લાગે છે કે તેઓ ખરેખર આપણા પૂર્વજો હતા
Chimpanzee Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 3:55 PM

આ દિવસોમાં એક ચિમ્પાન્જીનો વીડિયોએ સોશિયલ મીડિયા (Social Media)પર ધૂમ મચાવી છે. વાયરલ ક્લિપમાં, ચિમ્પાન્ઝી સ્ટાઈલ મારતા કેળાની મજા માણી રહ્યો છે. વીડિયોમાં ચિમ્પાન્ઝી (Chimpanzee Viral Video)કાળા સ્ટાઈલિશ ચશ્મામાં જોઈ શકાય છે. આટલું જ નહીં, તેના સ્વેગમાં આકર્ષણ વધારવા માટે તેના કાનમાં સુંદર ગુલાબી ફૂલો પણ રાખ્યા છે. ચિમ્પાન્ઝીનો જોરદાર સ્વેગ અને માણસો જેવી આ સ્ટાઈલ સોશિયલ મીડિયાના લોકોને પસંદ આવી રહી છે. તો તમે પણ જુઓ આ વીડિયો અને માણો.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ચિમ્પાન્ઝી કેટલા કોપી કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જે આ વાત સાબિત કરે છે. પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચિમ્પાન્ઝીનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાળા ચશ્મા પહેરેલો ચિમ્પાન્ઝી મોટા સ્વેગમાં કેળાની મજા માણી રહ્યો છે. આટલું જ નહીં, આ કોપીકેટે પોતાને સુંદર દેખાડવા માટે તેના કાનમાં ફૂલ પણ નાખ્યા છે. હવે આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટના લોકો તેના ફેન બની ગયા છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ઈન્ટરનેટ પર ધમાલ મચાવતા ચિમ્પાન્ઝીનો આ વીડિયો Figen નામના યુઝરે ટ્વિટર પર રીટ્વીટ કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘તે જાણે છે કે જીવનનો આનંદ કેવી રીતે લેવો.’ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ત્યારે વીડિયોને 71 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, તે માણસોની જેમ સ્ટાઈલ મારે છે. ત્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, મને તેનો સ્વેગ જોઈને ઈર્ષ્યા થાય છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, તેમની હરકતો જોઈને લાગે છે કે તેઓ ખરેખર આપણા પૂર્વજો હતા. એકંદરે, ચિમ્પાન્ઝીનો આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

g clip-path="url(#clip0_868_265)">