Viral video : આ બાળકે નોરા ફતેહીના દિલબર-દિલબર ગીત પર લગાવ્યા ઠુમકા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
છત્તીસગઢના વધુ એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીના ગીત દિલબર-દિલબર પર આ છોકરો જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે.

આજના આ સમયમાં કોઈ પણ વિડીયો (Viral video) હોય જોતજોતામાં વાયરલ થઇ જતો હોય છે. કયારેક નાં બાળકને તો ક્યારે મોટેરાને આ સોશિયલ મીડિયા (Social media ) ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દે છે, હાલમાં જ છત્તિસગઢના એક બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
છત્તીસગઢની સરકારી શાળા નો 7માં ધોરણનો બાળક વિવેક ચતુર્વેદી નોરા ફતેહીના ડાન્સ વિડિયોના પ્રખ્યાત ગીત દિલબર-દિલબર પર ડાન્સ કરી રહ્યો છે. તેની આસપાસ ઉભેલા લોકો તેનો ડાન્સ જોઈને તેનો ઉત્સાહ વધારી રહ્યા છે. બાળકનો ડાન્સ જોઈને ચોક્કસ તમે પણ તેની ટેલેન્ટના વખાણ કર્યા વિના નહીં રહી શકો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળક ફેમસ ગીત દિલબર-દિલબર પર ડાન્સ કરીને લોકો મંત્રમુગ્ધ કરી રહ્યો છે. એક નજરમાં બાળકને જોઈને એવું લાગે છે કે તે કોઈ એક્સપર્ટ ડાન્સર છે. આ બાળકે નોરા ફતેહીના લગભગ દરેક ડાન્સ સ્ટેપની નકલ કરી છે અને શાનદાર બેલી ડાન્સ કર્યો છે. ખાસ વાત એ છે કે તેણે આટલો શાનદાર ડાન્સ કોઈની પાસેથી નથી શીખ્યો પરંતુ મોબાઈલ અને ટીવી જોઈને શીખ્યો છે. વિવેક છત્તીસગઢના ગૌરેલા-પેન્દ્રા-મારવાહી જિલ્લાના પેંદ્રા બ્લોકના સરખોરનો રહેવાસી છે.
આ વીડિયોને ડૉ નવજોત સિમી IPSના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં માહિતી આપી છે કે આ બાળક સરકારી શાળામાં ડાન્સ કરી રહ્યો છે અને ત્યાં દર્શકોની ભીડ હતી. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને બધાએ બાળકના વખાણ કરતી કોમેન્ટ પણ કરી છે.
Talent of a government school child of Chhattisgarh.
👌@anandmahindra @chitraaum @ipsvijrk @ChhattisgarhCMO @Kirtishbhat @sakshijoshii pic.twitter.com/ydet6pwsR4
— Dr Navjot Simi IPS (@NavjotIPS) December 29, 2021
વિવેકે કહ્યું કે તે ડાન્સમાં જ કરિયર બનાવવા માંગે છે. તેણે કહ્યું કે તેણે ક્યાંયથી ડાન્સની ટ્રેનિંગ લીધી નથી. પરંતુ માતા સુષ્મા ચતુર્વેદીએ પણ તેને ડાન્સ શીખવ્યો છે. બેલે ડાન્સ સિવાય વિવેક હિપ હોપ અને અન્ય ડાન્સ પણ કરી શકે છે. વિવેક જે ખૂબ જ નાનકડા ગામનો છે. તેના ડાન્સનો વીડિયો વાયરલ થયા પછી લોકો તેના વખાણ કરી રહ્યો છે. વિવેકના પિતા બ્રિજેશ ચતુર્વેદી ડ્રાઈવર છે, માતા સુષ્મા ગૃહિણી છે. તેનો એક મોટો ભાઈ અને એક મોટી બહેન પણ છે.
આ પણ વાંચો : Video: PAK પર આતંકીની પત્ની રઝિયા બીબીનો મોટો ખુલાસો, કહ્યું, ‘ઈસ્લામના નામે બરબાદ કરી રહ્યા છે યુવાનોની જિંદગી’