AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગટરના પાણીમાં ફળ ધોઈ વેચતો ઝડપાયો યુવક, વીડિયો જોઈ ભડક્યા યુઝર્સ

વાયરલ થયેલા આ વીડિયોમાં છોકરો વેચી રહેલા ફળને તાજા રાખવા પાણીમાં ધોતો દેખાય છે. જોકે તે સ્વચ્છ અને સારા નહીં પણ ગટરના ગંદા પાણીમાં સફરજન ધોતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

Viral Video: ગટરના પાણીમાં ફળ ધોઈ વેચતો ઝડપાયો યુવક, વીડિયો જોઈ ભડક્યા યુઝર્સ
Street vendor caught washing fruits with gutter water
| Updated on: Jul 20, 2024 | 5:47 PM
Share

ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. ઘણીવાર દુકાનદારો શાકભાજી અને ફળને તાજા રાખવા તેના પર પાણીનો છંટકાવ કરતા રહે છે. આ ઉપરાંત દુકાનદારો કે લારીવાળા ફળોને સારી રીતે ધોઈને વેચે છે, જેથી ફળ તાજા રહે. ઘણી વખત આવા દુકાનદારો પણ જોવા મળ્યા છે જેઓ બગડેલા બગળેલા ફળને ધોયા પછી અથવા ગ્રાહકને છેતરીને વેચી દેતા હોય છે.

આ દિવસોમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફળ વેચનાર એવું કામ કરતો જોવા મળી રહ્યો છે કે તમે ગુસ્સે થઈ જશો. જો કે આ વીડિયો ઘણો જૂનો છે પણ હાલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગટરના પાણીમાં ઘોયા ફળ

વાયરલ થયેલા આ વીડિયોમાં છોકરો વેચી રહેલા ફળને તાજા રાખવા પાણીમાં ધોતો દેખાય છે. જોકે તે સ્વચ્છ અને સારા નહીં પણ ગટરના ગંદા પાણીમાં સફરજન ધોતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો. તે છોકરો ફળોથી ભરેલી લારી લઈને ઉભો છે ત્યાં પાસે જોવા મળતી ગટરમાં તે સફરજને વારફરતી ધોઈ રહ્યો છે. આ વીડિયો જોઈએ તમને પણ ગુસ્સો આવી જશે.

વીડિયો જોઈ ભડક્યા યુઝર્સ

આ ફળ વાળો સફરજનને ગટર પાણીમાં નાખે છે અને પછી સાફ કરી પાછો લારીમાં મુકતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે. જોકે શેર કરનાર વ્યક્તિએ તેને ફરી પોતાના અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">