AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: મૃત્યુ પછી પણ મરવાનો ડર? મશીન ગન્સ સાથે આ વ્યક્તિને દફનાવવામાં આવ્યો

Viral Video: લોકો શબપેટીમાં મૃત શરીર પર શોટગન, રાઈફલ અને રિવોલ્વર અને અન્ય હથિયારો મૂકતા જોઈ શકાય છે. પરિવારના સભ્યો દલીલ કરે છે કે આમ કરવાથી તે પરલોકમાં પોતાને સુરક્ષિત રાખી શકશે. આ અંધાધૂંધ ગોળીબારમાં ડ્રગ માફિયાની પુત્રીને પણ ગોળી વાગી હતી, જેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. હુમલાખોરોએ પહેલેથી જ છટકું ગોઠવી દીધું હતું કારણ કે તેઓ જાણતા હતા કે બુસ્ટામન્ટે ઘણીવાર પોતાની કાર જાતે ધોઈ નાખે છે.

Viral Video: મૃત્યુ પછી પણ મરવાનો ડર? મશીન ગન્સ સાથે આ વ્યક્તિને દફનાવવામાં આવ્યો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 1:44 PM
Share

Shocking Video :  સોશિયલ મીડિયા પર રોજ વિચિત્ર વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને તમે વિચારમાં પડી જશો કે આ વ્યક્તિને મશીનગન પ્રત્યે પ્રેમ છે કે પછી કોઈનો ડર ? વાયરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક મૃતદેહને ડઝનબંધ અત્યાધુનિક હથિયારોથી ઢાંકીને દફનાવી દેવામાં આવે છે. આ ઘટના પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

મૃતકની ઓળખ 39 વર્ષીય મેન્યુઅલ જુલિયન સેવિલાનો બુસ્ટામેન્ટે તરીકે થઈ હતી. જે ‘લોસ ફેટેલ્સ’ ગ્રુપના સુપ્રીમો હતા. આ એક ક્રિમિનલ ગેંગ છે, જે ઇક્વાડોરના લોસ રિઓસ વિસ્તારમાં કાર્યરત છે અને દક્ષિણ અમેરિકન દેશમાં ડ્રગ્સનો વેપાર કરે છે. રિપોર્ટ અનુસાર, 13 સપ્ટેમ્બરની બપોરે, બુસ્તામન્ટે, તેની 20 વર્ષની પુત્રી અને એક સુરક્ષા ગાર્ડ સાથે, મોકાચેમાં તેની કાર ધોવા માટે રોકાયા હતા, જ્યારે ઓચિંતો હુમલો કરીને બેઠેલા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો : Animal Viral video : ગેંડો ખોટી રીતે હાથી સાથે લડાઈમાં પડ્યો, પછી જે થયું તે જોઈને હસવું આવશે

હથિયાર સાથે વ્યક્તિને દફનાવવામાં આવ્યો

(Video Credit : Instagram)

આ પણ વાંચો : Viral Video: બોટલમાંથી બચેલા કેચઅપ કાઢવા છોકરીએ કર્યો અનોખો હેક

વાયરલ થયેલી ક્લિપમાં, લોકો શબપેટીમાં મૃત શરીર પર શોટગન, રાઈફલ અને રિવોલ્વર અને અન્ય હથિયારો મૂકતા જોઈ શકાય છે. પરિવારના સભ્યો દલીલ કરે છે કે આમ કરવાથી તે પરલોકમાં પોતાને સુરક્ષિત રાખી શકશે. આ અંધાધૂંધ ગોળીબારમાં ડ્રગ માફિયાની પુત્રીને પણ ગોળી વાગી હતી, જેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. હુમલાખોરોએ પહેલેથી જ છટકું ગોઠવી દીધું હતું કારણ કે તેઓ જાણતા હતા કે બુસ્ટામન્ટે ઘણીવાર પોતાની કાર જાતે ધોઈ નાખે છે.

આ પણ વાંચો : Friendship Viral Video : બાળપણમાં આવી હતી ‘ખરી મિત્રતા’, Video જોયા પછી તમને પણ તમારો બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ યાદ આવશે

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">