Viral Video: આ શખ્સે ઓનલાઈન મંગાવ્યુ ડ્રોન, પણ પેકેટ ખોલતા નીકળ્યા બટાકા

|

Sep 27, 2022 | 11:55 PM

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે પહેલા દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: આ શખ્સે ઓનલાઈન મંગાવ્યુ ડ્રોન, પણ પેકેટ ખોલતા નીકળ્યા બટાકા
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video: ટેકનોલોજીના જમાનામાં આજકાલ તમામ કામ ઓનલાઈન થઈ ગયા છે. ઓનલાઈન લોકોના કામ સરળતાથી અને વગર મહેનતે થઈ જાય છે. 1 ક્લિક કરતા જ વસ્તુ તમારા ઘરે પહોંચી જાય છે. જેના કારણે પૈસા અને સમયની બચત પણ થાય છે. આજકાલ લોકોમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે પણ તે ઘણીવાર ભારે પણ પડે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે પહેલા દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

એક શખ્સે ઓનલાઈન ડ્રોન કેમેરો ઓર્ડર કર્યો હતો પણ ઘરે જેવો આ ઓર્ડરનો બોક્સ આવે છે, તેમાંથી જે નીકળે છે તેને જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. તેમાં ડ્રોન કેમેરાના બદલે બટાકા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે બોક્સ તે ડિલીવરી બોય પાસે જ ખોલાવે છે.તેમાંથી 10 જેટલા બટાકા નીકળે છે. ત્યાં હાજર લોકો પણ આ જોઈને દંગ રહી જાય છે. આ ઘટના બિહારના નાલંદાની છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @USIndia_ નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ઓનલાઈન શોપિંગ કરવું મોંઘુ પડ્યુ, યુવકે મંગાવ્યુ હતુ ડ્રોન પણ નીકળ્યા બટાકા. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, મારી સાથે પણ એકવાર આવુ થયુ હતુ. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ હતુ કે, ઓનલાઈન શોપિંગ કરવાનું બંધ કરો, આજુબાજુની દુકાનમાંથી શોપિંગ કરો.

Next Article