Viral Video: રીંછે મજાથી સ્લાઈડનો આનંદ માણ્યો, Cutenessએ લોકોનું ધ્યાન ખેંચ્યું
પ્રાણીઓને પણ મજા આવે છે. જ્યારે તેઓ મજા કરે છે, ત્યારે તેને આજુબાજુની સ્થિતિનું ભાન નથી હોતું. દરેક પ્રાણીની અલગ દુનિયા હોય છે અને ખુશ રહેવાની અને મજા કરવાની અલગ-અલગ રીતો હોય છે. આવો જ એક વીડિયો રીંછનો (Animal Video) સામે આવ્યો છે.

કેટલાક પ્રાણીઓ એટલા સુંદર હોય છે કે તેમની હરકતો જોઈ તમારું દિલ ખુશ થઈ જાય છે. આ પ્રાણીઓને જોયા પછી ઘણી વખત હસવું આવે છે અને ઘણી વખત આશ્ચર્ય થાય છે. પરંતુ કેટલીકવાર પ્રાણીઓ (Animal) કંઈક એવું કરે છે જે આપણો દિવસ સારો બનાવે છે. પ્રાણીઓને પણ મજા આવે છે. જ્યારે તેઓ મજા કરે છે, ત્યારે દરેક તેમની સામે નિષ્ફળ જાય છે. દરેક પ્રાણીની અલગ દુનિયા હોય છે અને ખુશ રહેવાની અને મજા કરવાની અલગ અલગ રીતો હોય છે. આવો જ એક વીડિયો રીંછનો (Animal Video) સામે આવ્યો છે. જે જોયા પછી તમારો દિવસ ચોક્કસ બની જશે.
આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રીંછ પ્લે એરિયામાં રમતું જોવા મળે છે. તે પોતાની મરજી મુજબ બાળકની જેમ સ્લાઈડ પર જાય છે અને પછી મસ્તીથી સરકતો દેખાય છે. આ જોઈને નાના બાળકોની યાદ આવે.
અહીં વીડિયો જુઓ……
Just a bear on a slide.. 😅 pic.twitter.com/QD4yqOwSkr
— Buitengebieden (@buitengebieden) September 15, 2022
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તે કોઈ બરફીલા વિસ્તારનું દ્રશ્ય હોય તેવું લાગી રહ્યું છે અને વચ્ચે એક સ્લાઈડ છે. જેના પર રીંછ આનંદથી ચઢે છે અને બાળકોની જેમ ઊંધુંચત્તુ પલટીને આનંદથી તેના પર સરકતું દેખાય છે. આ દરમિયાન તેની પાસે સ્પીડ કંટ્રોલ છે, તે આ વાતનું ધ્યાન રાખે છે કે તે ક્યાંય ન પડી જાય. રીંછે સ્લાઈડનો હોંશેથી આનંદ લીધો.
આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ વીડિયો પર કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું, ‘મેં પહેલીવાર રીંછને આ રીતે સ્લાઈડ પર મસ્તી કરતા જોયો છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ વીડિયો મને હસાવીને પાગલ કરી દેશે.’ અન્ય યુઝરે લખ્યું, ‘એક યુઝરે લખ્યું, આ રીંછના સૂટમાં કોઈ માણસ તો નથી ને.., આ સિવાય અન્ય ઘણા વપરાશકર્તાઓએ તેમનો પ્રતિસાદ આપ્યો છે.