AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયરલ વીડિયો : શું તમારા બાળક પણ છે આવા તોફાની ? જુઓ રાત્રે સૂતા સમયે મમ્મીને હેરાન કરતો તોફાની બાળક

હાલમાં આવા જ એક તોફાની બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. કદાચ દરેકના ઘરમાં આવો નજારો જોવા મળ્યો જ હશે, જે આ વાયરલ વીડિયોમાં દેખાય રહ્યો છે.

વાયરલ વીડિયો : શું તમારા બાળક પણ છે આવા તોફાની ? જુઓ રાત્રે સૂતા સમયે મમ્મીને હેરાન કરતો તોફાની બાળક
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 8:37 PM
Share

New BABY Video : બાળકોનું બાળપણ તે તેમના જીવનનો સૌથી અમૂલ્ય સમય હોય છે. દરેક મા-બાપ તેમના બાળકના બાળપણને યાદગાર બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. પણ કેટલાક બાળકો મા-બાપના વધારે પડતા પ્રેમને કારણે તોફાની થઈ જતા હોય છે. તે બાળકોના તોફાન એટલા હદ સુધી વધી જાય છે કે મા-બાપ સારી રીતે ઉંઘ પણ નથી લઈ શકતા. હાલમાં આવા જ એક તોફાની બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થયો છે. કદાચ દરેકના ઘરમાં આવો નજારો જોવા મળ્યો જ હશે, જે આ વાયરલ વીડિયોમાં દેખાય રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક ઘરના બેડરુમના દ્રશ્યો જોઈ શકાય છે. આ રાતના સમયનો વીડિયો છે. આ રુમમા એક માતા તેના બાળક સાથે બેડ પર સૂઈ રહી છે. માતા અને તેનું નાનું બાળક શાંતિથી ઉંઘ લઈ રહ્યા છે. તેવામાં નાના બાળકની ઉંઘ તૂટે છે. અને તે પોતાના સમય પસાર કરવા એવી હરકતો કરે છે કે જેના વિશે તમે વિચાર્યુ પણ નહીં હશે. તે પોતાના સૂતેલી માતાને હેરાન કરવાનું શરુ કરે છે. જેથી તે પણ તેની સાથે જાગે. કોઈવાર તે માતાના વાળ ખેંચે છે, કોઈવાર તે તેને ધક્કો મારે છે અને ક્યારેકે તેના માથા-શરીરના ભાગ પર બેસીને કૂદાકૂદ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ તોફાની બાળકનો વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તોફાની બાળકનો વીડિયો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. તેની હરકતો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે એક યુઝરે લખ્યુ છે કે, આ આધુનિક સમયના બાળકો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ સૂઈ પણ નહીં જાય અને સૂવા દેશે પણ નહીં. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, મારા બાળકો પણ આવા જ છે, તેથી જ હું રાત્રે તેમનાથી દૂર રહુ છું.

Follow Us
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
ગુજરાત વેધર અપડેટ: માવઠાની મોટી આગાહી!
ગુજરાત વેધર અપડેટ: માવઠાની મોટી આગાહી!
ડાંગ: સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં
ડાંગ: સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં
અશાંતધારા બીલ હવે વધુ મજબૂત: મોટા સુધારા સાથે પસાર!
અશાંતધારા બીલ હવે વધુ મજબૂત: મોટા સુધારા સાથે પસાર!
108 એમ્બ્યુલન્સના ચાલકે દર્દીનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર કર્યો ડ્રામા
108 એમ્બ્યુલન્સના ચાલકે દર્દીનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર કર્યો ડ્રામા
ગેસ સિલિન્ડરથી મુક્તિ, ગોબરધન યોજનાથી ઘરનું રસોડું ધમધમ્યું!
ગેસ સિલિન્ડરથી મુક્તિ, ગોબરધન યોજનાથી ઘરનું રસોડું ધમધમ્યું!
ગુજરાતના અનેક જિલ્લામાં 29-30 માર્ચે થશે માવઠું- હવામાન વિભાગની આગાહી
ગુજરાતના અનેક જિલ્લામાં 29-30 માર્ચે થશે માવઠું- હવામાન વિભાગની આગાહી
પાટણમાં વાનરને લાગ્યો સેલ્ફીનો ચસકો!
પાટણમાં વાનરને લાગ્યો સેલ્ફીનો ચસકો!
ગુજરાતની આર્થિક સ્થિતિ ચિંતાજનક? દેવામાં ₹22 હજાર કરોડનો વધારો
ગુજરાતની આર્થિક સ્થિતિ ચિંતાજનક? દેવામાં ₹22 હજાર કરોડનો વધારો
આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
g clip-path="url(#clip0_868_265)">