AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

દુબઈના શેખ સિંહ અને ચિત્તા જેવા ભયાનક જંગલી પ્રાણીઓને ઉછેરવાના શોખીન છે. જો કે કેટલીકવાર તેમનો આ શોખ તેમને ભારે પડી જાય છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં સિંહ અચાનક શેખ પર હુમલો કરે છે.જુઓ પછી શું થયુ......

સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ,  Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં
lion cub suddenly attacked sheikh video viral on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 2:07 PM
Share

Viral Video :  સામાન્ય રીતે લોકો કૂતરો, બિલાડી અથવા ગાય જેવા પ્રાણીઓને પાળતા હોય છે. ઉપરાંત આ પ્રાણીઓ ભાગ્યે જ લોકોને કોઈ નુકસાન પહોંચાડે છે. પરંતુ વિદેશમાં, ખાસ કરીને દુબઈમાં (Dubai) શેખને કૂતરાં અને બિલાડીઓ નહીં પરંતુ સિંહ અને ચિત્તા જેવા ભયાનક પ્રાણીઓને પાળવાનો શોખ છે. આ જાણીને તમને જરૂર આશ્વર્ય થયુ હશે,પરંતુ આ હકીકત છે. પરંતુ ક્યારેક આ શોખ તેમને ભારે પડી શકે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહનું બચ્ચું અચાનક શેખ પર હુમલો કરે છે.

સિંહનો શોખ શેખને ભારે પડી ગયો

ચિતા કે સિંહ રસ્તા પર ચાલતા જોવા મળે તો પણ આસપાસના સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ જાય છે. પરંતુ દુબઈના શેખ માત્ર આ ભયાનક પ્રાણીઓ સાથે કારમાં મુસાફરી કરતા નથી, પરંતુ તમને શેખ આવા પ્રાણીઓ સાથે રમતા પણ જોવા મળશે.આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે. જેમાં જે રીત સિંહનુ બચ્ચુ  (Lion cub) શેખ પર હુમલો કરે છે,તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) તમે જોઈ શકો છો કે,એક શેખ સિંહના બચ્ચા સાથે રમી રહ્યા છે. આ દરમિયાન, શેખ પ્રેમથી બચ્ચાનું માથું ખંજવાળી રહ્યા છે. પરંતુ બીજી જ ક્ષણે જે દ્રશ્ય સામે આવે છે તે દિલને હચમચાવી નાખે તેવું છે. આ સિંહનુ બચ્ચુ અચાનક જ શેખ પર હુમલો કરે છે. જો કે એક માણસ તરત જ ત્યાં દોડી આવે છે અને શેખને બચ્ચાની ચુંગાલમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર Makdxb2364 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: આ વ્યક્તિ માલામાલ થઈ ગયો ! જૂનું એટીએમ મશીન ખરીદ્યુ અને નીકળ્યા અધધ રૂપિયા

આ પણ વાંચો : Viral Video : બચ્ચાંને બચાવવા આ મરઘી ગરુડ સાથે લડી, કેમેરામાં ઘટનાની તમામ પળ કેદ, લોકો બોલ્યા ‘એક મા જ આમ કરી શકે’

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">