Haryanvi Dadi Viral Video: હરિયાણાની દાદીનો ‘ઘુમ્મર ડાન્સ’ સુપરહિટ, નોરા ફતેહી પણ તેમની સામે ફેલ
Funny Viral Video : બોલિવૂડની ફિલ્મ પદ્માવતનું સોન્ગ ઘુમ્મર આજે સૌ કોઈને યાદ છે. આ સોન્ગ પર અભિનેત્રી દીપિકાએ કરેલો ડાન્સ આજે પણ લોકોને નાચવા માટે મજબૂર કરે છે. હાલમાં એક દાદીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હરિયાણાના લોકો તેમના દેશી અંદાજને કારણે વિશ્વભરના લોકોને આકર્ષિત કરતા હોય છે. હરિયાણાના સોન્ગ અને ડાન્સ લોકોને તેમની તરફ ખેંચતા હોય છે. તેમના સોન્ગ અને ડાન્સ લોકોને ભરપૂર મનોંરજન આપતા હોય છે. હરિયાણાના લોકો અલગ અલગ રમતોમાં દેશનું નામ રોશન કરવામાં સૌથી આગળ હોય છે. હાલમાં હરિયાણાની દાદીનો દેશી અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે. તેમનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક ઘરમાં કોઈક પ્રસંગે ખુશીની ઊજવણી થઈ રહી છે. એક દાદી સલવાર પહેરી અને બંને પગ પકડીને બેસેલી સ્થિતિમાં જોવા મળી રહી છે. અચાનક દાદી ભમરડાની જેમ ગોળ ગોળ ફરવાનું શરુ કરે છે. તેમની આસપાસના લોકો ખુશ થઈને તાળી વગાડીને તેનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં દેશી સંસ્કૃતિ જોવા મળી રહી છે. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : વિશ્વના પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગુસ્સામાં તોડ્યું રેકેટ, જુઓ Video
આ રહ્યો એ વાયરલ વીડિયો
20 yo शहरी गर्ल: सारा दिन मेरी बॉडी में दर्द रहता है मैं डिप्रेस्ड रहती हूं
60 yo देहाती दादी: pic.twitter.com/SLTNghJFM3
— Raja Babu (@GaurangBhardwa1) April 12, 2023
આ પણ વાંચો : Viral Video: 3 ઘેટાં વચ્ચે થઈ ખતરનાક લડાઈ, લડવાની સ્ટાઈલ જોઈ યુઝર્સે કહ્યું કોણ જીતશે કહેવુ મુશ્કેલ!
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો છે આ તો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દાદીનો ઘૂમર ડાન્સ સુપરહિટ છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…