CM શિવરાજ સિંહ ચૌહાણ અનાથ બાળકો સાથે ઝૂમ્યા, CM હાઉસમાં જામી ‘મસ્તી કી પાઠશાળા’
સીએમ હાઉસમાં અનાથ બાળકો માટે દીપોત્સવ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં 450 થી વધુ બાળકો સામેલ થયા હતા. જેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Cm Shivraj Singh) ડાન્સ પણ કર્યો હતો.
Viral Video : કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષની દિવાળી એકદમ ફીકી રહી હતી. આ કોરોના મહામારીને કારણે અનેક પરિવાર વેરવિખેર થઈ ગયા હતા. લોકોએ પોતાના માતા-પિતા, પુત્ર-પુત્રી જેવા નજીકના સંબંધીઓને ગુમાવવા પડયા હતા. મહામારીના 2 વર્ષ પછી આ વર્ષે દિવાળી દેશભરમાં હર્ષોઉલ્લાસથી ઉજવાશે. આ દિવાળી પર ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અનાથ બાળકો સાથે દિવાળી ઉજવી છે. સીએમ હાઉસમાં અનાથ બાળકો માટે દીપોત્સવ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં 450થી વધુ બાળકો સામેલ થયા હતા. જેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Cm Shivraj Singh)ડાન્સ પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના હેઠળ અનેક બાળકને લાભ આપવામાં આવ્યો. આ અવસર પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યુ કે, બાળકોને મા-બાપની કમી મહસૂસ ન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યુ છે. જે બાળકોનું કોઈ નથી તે બાળકોનો હું મામા છું. આ કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ પર ફૂલ પણ વરસાવામાં આવ્યા હતા. બાળકો અને શિવરાજ સિંહ ચૌહાણ દિવાળીના આ કાર્યક્રમમાં ઉત્સાહથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ રહ્યો એ વાયરલ વીડિયો
#WATCH मध्य प्रदेश: राज्य के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने अपनी पत्नी के साथ भोपाल में उन बच्चों के साथ गाना गाकर और नृत्य करके दिवाली मनाई जिन्होंने कोविड में अपने माता-पिता को खो दिया था। pic.twitter.com/THnL6DyEYF
— ANI_HindiNews (@AHindinews) October 23, 2022
મધ્યપ્રદેશ સરકારની મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના હેઠળ અનાથ બાળકોને આર્થિક અને ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. તેમને દર મહિને 5000 રુપિયાની આર્થિક રાહત પણ આપવામાં આવે છે. તેની સાથે સાથે નિશુલ્ક રાશન અને શિક્ષા પણ આપવામાં આવે છે. આ સિવાય નીટ, જેઈઈ જેવી પરિક્ષા આપતા અનાથ બાળકોને પણ સહાય આપવામાં આવે છે. શિવરાજ સિંહ ચૌહાણના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો શિવરાજ સિંહ ચૌહાણની પ્રસંશા પણ કરી રહ્યા છે.