વાયરલ વીડિયો : દરિયામાં પાવરનેપ લેતો દેખાયો કાચબો, લોકો એ કહ્યુ – આવો કાચબો પહેલીવાર જોયો
આ દરિયાની અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થતા હોય છે. હાલમાં દરિયામાં તરતા કાચબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Video : સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનો ખજાનો છે. તે જ રીતે ધરતી પરના વિશાળ દરિયામાં સુંદરતાનો ખજાનો જોવા મળે છે. દરિયાની અંદર અસંખ્ય માછલી, કાચબા, શાર્ક, ડોલ્ફિન જેવા પ્રાણીઓ જોવા મળે છે. તેની સાથે સાથે ત્યાંની અનોખી વનસ્પતિ, દુબી ગયેલા જાહાજોના કાટમાળ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. આ દરિયાની અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થતા હોય છે. હાલમાં દરિયામાં તરતા કાચબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ધરતી પર તો તમે અનેક કાચબા જોયા હશે. પણ દરિયામાં તરતા કાચબા ઘણા ઓછા લોકોએ જોયા હશે. આ વીડિયોમાં દરિયામાં એક વિશાળ કાચબો જોવા મળી રહ્યો છે. આ કાચબો અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. કાચબો શાંતિથી સૂઈ રહ્યો છે. તે ધીરે ધીરે પડખુ પણ ફેરવી રહ્યો છે. તે કોઈપણ ચિંતા વગર શાંતિથી મસ્ત પાવરનેપ લેતો જોવા મળી રહ્યો છે. તેની આસપાસ માછલી પણ દેખાય રહી છે. તે તેની આસપાસ ફરે છે પણ તેમ છતા કાચબાની ઊંઘ ઉડતી નથી.
આ રહ્યો એ વાયરલ વીડિયો
A sea turtle taking a nap on the ocean floor while fish clean its shell.
Credit: Drew Sulockpic.twitter.com/6hoIiQpJ9f
— Wonder of Science (@wonderofscience) September 17, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @wonderofscience નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પર આપી રહ્યા છે. આ વીડિયોને 40 લાખ કરતા વધારે વ્યૂઝ અને 27 હજાર કરતા વધારે લાઈક મળી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ ધૂમમચાવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, કાચબાનો આવો વીડિયો પહેલીવાર જોવા મળ્યો.