Viral Video : પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યો દીપડો, પોલીસે જાહેર કર્યું એલર્ટ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 6:28 PM

leopard from Pakistan : ભારત-પાકિસ્તાનની સરહદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરહદ પારની કરીને પાકિસ્તાનથી એક દીપડો ભારતમાં ઘૂસ્યો છે. જેને કારણે પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યો દીપડો, પોલીસે જાહેર કર્યું એલર્ટ
leopard from Pakistan

વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેફયુજી’નું એક ગીત તે સમયે ભારે વાયરલ થયું હતું.’ પંછી નદીયા પવન કે ઝોકે…કોઈ સરહદના ઈને રોકે’ આ ગીત આજની એક ઘટનાથી બરાબર બંધ બેસે છે. ભારત-પાકિસ્તાનની સરહદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરહદ પારની કરીને પાકિસ્તાનથી એક દીપડો ભારતમાં ઘૂસ્યો છે. જેને કારણે પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના જમ્મુ કશ્મીરના સાંબા જિલ્લાની ઈન્ટરનેશનલ બોર્ડર પાસે રામગઢ સેક્ટરની છે. શુક્રવાર અને શનિવારની વચ્ચે સીમા સુરક્ષા બળ એટલે કે બીએસએફની ચોકી પાસેથી ફેસિંગ પાર કરીને આ દીપડો ભારતમાં ઘૂસી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતી જ પોલીસ ચોકીઓને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પાકિસ્તાનમાં હવે માણસોની જેમ પ્રાણીઓ પણ સુરક્ષિત નથી લાગતા, બધા ભારત આવવા માંગે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખરી આઝાદી ભારતમાં જ છે, પાકિસ્તાનની ખરાબ આર્થિક પરિસ્થતિનું આ ઉત્તમ ઉદાહરણ છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati