Viral Photo : નાગાલેન્ડના મંત્રીએ શેર કરી આવી તસવીર, મળી ધમાકેદાર ઓફર; લોકોએ કહ્યું- કુછ જ્યાદા નહીં હો ગયા

Temjen Imna Along : નાગાલેન્ડના 'નાની આંખોવાળા' મંત્રી તેમજેન ઇમના અલોન્ગે ટ્વિટર પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ નાસ્તો કરતા જોવા મળે છે. આ તસવીર પર કોમેન્ટ કરીને એક યુઝરે તેમને ધમાકેદાર ઓફર આપી છે.

Viral Photo : નાગાલેન્ડના મંત્રીએ શેર કરી આવી તસવીર, મળી ધમાકેદાર ઓફર; લોકોએ કહ્યું- કુછ જ્યાદા નહીં હો ગયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 7:07 AM

Temjen Imna Along : નાગાલેન્ડના ‘નાની આંખોવાળા’ મંત્રી તેમજેન ઇમના અવાર-નવાર સમાચારમાં રહે છે. થોડા મહિના પહેલા સુધી તો તેમને થોડા જ લોકો ઓળખતા હતા, પરંતુ તેમના એક નિવેદન બાદ તેઓ આખા દેશમાં ફેમસ થઈ ગયા છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક શેર કરે છે. ક્યારેક તેઓ ચુટકી લેતા તેમની તસવીર શેર કરે છે તો ક્યારેક તેઓ નાગાલેન્ડનું હવામાન દુનિયાને બતાવવાનો પ્રયાસ કરે છે. લોકોને તેનો આ અંદાજ વધુ પસંદ છે. હાલમાં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેના પર કોમેન્ટ કરીને એક યુઝરે તેને મોટી ઓફર આપી છે. તે ઓફર વિશે જાણીને ચોક્કસપણે તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

આ પણ વાંચો : Funny Video : નાગાલેન્ડના ‘નાની આંખોવાળા’ મંત્રીનો વધુ એક Viral Video, દિલ્હીની પ્રથમ મુલાકાતની રમૂજી વાત કરી શેર

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

વાંસમાંથી બનેલી સુંદર પાણીની બોટલ પણ કરી હતી શેર

વાસ્તવમાં તસવીરમાં તેમજેન ઇમના નાસ્તો કરતા જોવા મળે છે. આમાં ખાસ વાત એ છે કે તે જે ખુરશી પર બેઠા છે તે સંપૂર્ણપણે લાકડાની બનેલી છે. આ સિવાય તેની પ્લેટ જે ટેબલ પર રાખવામાં આવી છે તે પણ લાકડાની બનેલી છે. આટલું જ નહીં પ્લેટ પણ લાકડાંની બનેલી છે. સામાન્ય રીતે આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ લાકડામાંથી બનેલી થાળીમાં સવારનો નાસ્તો કરી રહ્યા હોય કે ખોરાક ખાતા હોય, પરંતુ મંત્રી તેમજેન ઈમના ઘણીવાર લાકડામાંથી બનેલી વસ્તુઓનો પ્રચાર કરતા જોવા મળે છે. થોડાં સમય પહેલા તેણે વાંસમાંથી બનેલી સુંદર પાણીની બોટલની તસવીર શેર કરી લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ તેનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

જુઓ, નાગાલેન્ડના મંત્રીની આ તસવીર

મંત્રી તેમજેન ઈમનાએ પોતે આ તસવીર પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘બ્રેકફાસ્ટ ઓન વુડ’. આ પોસ્ટને અત્યાર સુધીમાં 3 લાખ 95 હજારથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઈક પણ કરી છે.

લોકોએ પોસ્ટ પર વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે તેને વજન ઘટાડવાની ઓફર પણ આપી છે. યુઝરે તેની પહેલા અને પછીની તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે તેણે કેટલું વજન ઘટાડ્યું છે. યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, રામ રામ જી. વજન ઘટાડવા માટે સંપર્ક કરો. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ લખી છે, ‘તમારા ચમકતા દમકતા સ્વાસ્થ્યનું રહસ્ય તો તમારો આ નાસ્તો તો નથી ને..!’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">